સમાચાર

દામનગરમાં દાઉદી વ્‍હોરા સમાજનાં કબ્રસ્‍તાનમાં વૃક્ષછેદનથી રોષ

અજાણ્‍યા શખ્‍સોનાં કારસ્‍તાન વિરૂઘ્‍ધ રજુઆત કરાઈ

દામનગરમાં દાઉદી વ્‍હોરા સમાજનાં કબ્રસ્‍તાનમાં વૃક્ષછેદનથી રોષ

વૃક્ષારોપણ અને પર્યાવરણ બચાવવાનાં માહોલમાં જ વૃક્ષછેદનથી રોષ

દાઉદી વ્‍હોરા સમાજનાં આગેવાનોએ સક્ષમ અધિકારીઓને રજુઆત કરી

દામનગર, તા. 17

દામનગરમાં આવેલ દાઉદી વ્‍હોરા સમાજનાં કબ્રસ્‍તાનમાંથી કોઈ અજાણ્‍યા શખ્‍સોએ વૃક્ષછેદન કરતાં દાઉદી વ્‍હોરા સમાજનાં આગેવાનોમાં રોષનો માહોલ ઉભો થયો છે અને સક્ષમ અધિકારીઓ સમક્ષ વૃક્ષ છેદન કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

એક તરફ રાજય અને કેન્‍દ્ર સરકાર વૃક્ષારોપણ અને પર્યાવરણ બચાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે અને બીજી તરફ અમુક શખ્‍સો કોઈ પણ જાતનો ડર રાખ્‍યા વગર વૃક્ષછેદન કરી રહૃાાં છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે, છેદન કરાયેલ વૃક્ષ પાલિકા હસ્‍તની જમીનમાં જોવા મળતાં શહેરીજનોમાં પણ આશ્ચર્ય ઉભું થયું છે અને જે કોઈ કસુરવાન હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉભી થઈ છે.

error: Content is protected !!