સમાચાર

કુંકાવાવ ગામે યોજાયેલ કૃષિમેળામાં પદાધિકારીઓનું અપમાન થતા મચ્‍યો હોબાળો

વડીયાના કુંકાવાવ તાલુકાકક્ષાના કૃષિ મહોત્‍સવ અંતર્ગત આજે ખેડૂતોને આધુનિક યુગમાં ખેતી દ્વારા વધુ પાક કેવી રીતે મેળવી શકાય તેનાવિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રગતિશીલ ખેડૂતો સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે તાલુકા ભરના ખેડૂત ભાઈઓ-બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. કૃષિમેળામાં આવનાર ખેડૂતો સહિત લોકોને જમવાની વ્‍યવસ્‍થા કુલ 1000 વ્‍યકિતનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું. પરંતુ કૃષિમેળાના સરકારી કાર્યક્રમમાં 300 થી 400 વ્‍યકિત જમ્‍યા બાદ રસોઈ પૂર્ણ થઈ ગઈ હતી. ત્‍યારે અધિકારીઓની વ્‍યવસ્‍થા ગોઠવાઈ ગઈ અને પદાધિકારીઓ ઉભેપગે રહયા ત્‍યારે અપમાન માની મચ્‍યો હોબાળો આ હોબાળો મચતા અધિકારીઓએ ચૂપચાપ ચાલતી પકડી અને યુઘ્‍ધના ધોરણે ભાત, પૂરી, શાક વગેરે રસોઈ કારીગરોએ રસોઈ બનાવવાની કરી શરૂ.

error: Content is protected !!