સમાચાર

કેરાળાનાં પાટીયા પાસે સ્‍કૂલ બસે પલટી મારી જતાં વાહનોની લાગી કતાર

અઠવાડિયા પહેલા પણ સ્‍કૂલ બસે 1 વ્‍યકિતનો ભોગ લીધો હતો

અમરેલી, તા.17

અમરેલી-લાઠી માર્ગ ઉપર આવેલ એક સ્‍કૂલ બસ વિદ્યાર્થીઓને ગામડે ઉતારી અને પરત સ્‍કૂલ તરફ આવી રહી હતી ત્‍યારે કેરાળા ગામના પાટીયા પાસે કોઈ કારણોસર સ્‍કૂલ બસ પલટી મારી જતા બસ ખાળીયામાં ખાબકી હતી. સદનબસીબે આ બસમાં કોઈ વિદ્યાર્થીઓ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. ત્‍યારે સ્‍કૂલ સંચાલકે આ બસ શા માટે પલટી મારી ગઈ તે અંગે પોલીસને જાણ કરવી જરૂરી છે.

અમરેલી લાઠી રોડ ઉપર કેરાળા ગામના પાટીયા પાસે અમરેલીની એક ખાનગી સ્‍કૂલની બસ પલટી મારી જતા બસ રોડની બાજુમાં આવેલ ખાળીયામાં પડી જવા પામી હતી. આ બસ વિદ્યાર્થીઓને છોડી પરત ફરી રહી હતી ત્‍યારે આ બનાવ બનતા મોટી જાનહાની ટળી હતી.

હજુ એક અઠવાડિયા પહેલા જ આવી જ એક ખાનગી સ્‍કૂલની મીની બસે સણોસરા ગામ નજીક એક વ્‍યકિતનો ભોગ લીધાની ઘટના તાજી છે ત્‍યારે ફરી એક વખત ખાનગી સ્‍કૂલની બસે વિવાદ સર્જી દીધો છે.

error: Content is protected !!