સમાચાર

અમરેલી જિલ્‍લામાં તબીબોની સજજડ હડતાલ : ઈમરજન્‍સી સારવાર શરૂ રાખી

પશ્ચિમ બંગાળમાં તબીબો પરનાં હુમલાનાં વિરોધમાં

અમરેલી જિલ્‍લામાં તબીબોની સજજડ હડતાલ

ઈન્‍ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા અપાયેલ બંધનાં એલાનને પ્રચંડ સફળતા

તબીબોએ માનવતા ખાતર ઈમરજન્‍સી સારવાર શરૂ રાખી હતી

અમરેલી, તા. 17

પશ્ચિમ બંગાળમાં એક દર્દીનાં મોતને લઈને પરિવારજનોએ તબીબો પર હિચકારો હુમલો કર્યાનાં વિરોધમાં ઈન્‍ડિયન મેડિકલ એસોસીએશન ઘ્‍વારા બંધનાં એલાન સંદર્ભે અમરેલી, સાવરકુંડલા, બાબરા, રાજુલા સહિતનાં તમામ શહેરો અને તાલુકા મથકોએ તબીબોએ સજજ હડતાલ રાખી હતી અને માનવતા ખાતર ઈમરજન્‍સી સેવા શરૂ રાખવામાં આવી હતી.

રાજુલા

પશ્ચિમ બંગાળમાં ડોકરટ ઉપરનાં હુમલા સંદર્ભેભ ારત દેશના ઈન્‍ડિયન મેડિકલ એસોસીએશન ઘ્‍વારા દવાખાના બંધના એલાનને રાજુલા ડોકટર એસોસીએશનનાં પ્રમુખ ડોકટર પી.પી. મુછડીયા તથા સેક્રેટરી ડો. જે.એમ. વાઘમશી અને ડો. આઈ.એ. હિરાણી ઘ્‍વારા તમામ ડોકટરોની બેઠક મળી હતી અને તેમાં આજરોજ બંધમાં જોડાવવા માટે અપીલ કરી હતી અને તમામ ખાનગી હોસ્‍પિટલ બંધ રહૃાા હતા. તેમજ માનવતાના ધોરણે ઈમરજન્‍સી કેસ આવે તો તેને સારવાર આપવી તેમ જણાવેલ હતું. વારંવાર અનેક રાજયોમાં ડોકટરો ઉપર હુમલા થાય છે તે વ્‍યાજબી નથી. ડોકટરો તો દર્દીને દેવ સમાન માનીને સારવારકરતા હોય છે છતાં કયારેક કોઈ દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજે તો ડોકટર કસુરવાન હોય નહી તેમ જણાવેલ.

સાવરકુંડલા

પશ્ચિમ બંગાળમાં ડોકટર પર થયેલા હુમલાના ઘેરા પડઘા અમરેલી જિલ્‍લા સાથે સાવરકુંડલાના ડોકટરોમાં પડયા હતા. સાવરકુંડલા ડોકટર એસોસીએશન દ્વારા રેલી સ્‍વરૂપે સાવરકુંડલા મામલતદાર કચેરી પર બેનરો સાથે પહોંચ્‍યા હતા. કાળી પટ્ટી ધારણ કરીને સાવરકુંડલાના ડોકટરોએ પચ્‍છીમ બંગાળની ઘટનાનો સખ્‍ત શબ્‍દોમાં વિરોધ કરીને પચ્‍છીમ બંગાળના કલકતા ખાતે આવેલી અને.આર.એસ. મેડિલક કોલેજના રેસિડેન્‍ટ ડોકટર પર દર્દીઓના સગાઓ તેમના સ્‍વજનના મૃત્‍યું થવાથી અમાનુષી હુમલો કરીને બે છાત્રોની ગંભીર હાલત કરતા ગુંડા તત્‍વોને કડક સજાની માંગ સાથે સાવરકુંડલા આઈ.એમ.એસ. દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને સુત્રોચાર કરીને ન્‍યાયની માંગણી કરવામાં આવી હતી. ઈન્‍ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ ડો. રાજેન્‍દ્ર રાવળ, સેક્રેટરી ડો. હિતેષ રાજપુરા, ડો. જે.બી. વડેરા, ડો. અંકિત સંઘવી, ડો. અનસ વ્‍હોરા, ડો. ચંદ્રેશ પટેલ, ડો. ચેતન પોર્યા, ડો. એમ.એસ. તરસરીયા, ડો. જીતેન્‍દ્ર પીપળીયા, ડો. ધોળકીયા, ડો. યોગેશ પટેલ, ડો. ચિરાગ પરમાર, ડો. વૈભવી પરમાર સહિતના ડોકટરોએ ખાનગી હોસ્‍પિટલો બંધ રાખીને ફકત ઈમરજન્‍સી સારવારચાલુ રાખીને દેશભરના ડોકટરોના વિરોધના સુરમાં સુર સાવરકુંડલા આઈ.એમ. એસોસીએશન દ્વારા કરવામાં આવ્‍યો હતો.

બાબરા

પશ્ચિમ બંગાળમાં એક ડોકટર પર બસોથી વધુ લોકોએ હુમલો કરતા ડોકટર ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત બન્‍યા હતા અને ડોકટર પર હુમલાની ઘટનાના ઘેરા પડઘા દેશભરમાં પડયા છે. ખાનગી હોસ્‍પિટલના તબીબોએ આ ઘટનાને સખત શબ્‍દોમાં વખોડી હુમલો કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. ત્‍યારે બાબરામાં ડોકટર એસોશિયન દ્વારા પણ પશ્ચિમ બંગાળની ઘટનાને શહેરના તમામ તબીબો દ્વારા આકરો વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર આપ્‍યું હતું. અહીં ડોકટર એસોસીએશનના પ્રમુખ ડો. બકુલ ચોથાણીની આગેવાની હેઠળ શહેરના તમામ ખાનગી હોસ્‍પિટલના તબીબો ડો. કુબાવત, ડો. વેલાણી, ડો. દેશાણી, ડો. ધ્રુવ પટેલ, ડો. ગોસાય, ડો. ગોલાણી સહિતના તબીબો દ્વારા ઓમ હોસ્‍પિટલથી મામલતદાર કચેરી સુધી બાઈક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું હતું. શહેરના તમામ તબીબો દ્વારા મામલતદાર કચેરીમાં ઉગ્ર રોષ વ્‍યકત કરી સૂત્રોચ્‍ચાર કાર્યા હતા. ડોકટરોને ન્‍યાય આપો ડોકટરોને સુરક્ષા આપોને વિવિધ સુત્રોચ્‍ચાર કર્યા હતા. બાબરા ડોકટર એસોસીએશન દ્વારા જણાવ્‍યું હતું કે, ડોકટર પરના હુમલા સામાન્‍ય બન્‍યા છે. ત્‍યારે હવે આગામીદિવસોમાં આવી કોઈ ઘટના ન સર્જાય તે માટે સરકાર દ્વારા યોગ્‍ય કાર્યવાહી અને કડક કાયદો કરવાની જરૂર છે.

error: Content is protected !!