સમાચાર

વહીવટી તંત્ર સાથે સંકળાયેલા તમામ સ્‍ટાફની કામગીરીને બિરદાવતાકલેકટર આયુષ ઓક

દરિયાકાંઠા વિસ્‍તારોમાં વાયુ વાવાઝોડાની સંભવિત અસરના પગલે

વહીવટી તંત્ર સાથે સંકળાયેલા તમામ સ્‍ટાફની કામગીરીને બિરદાવતાકલેકટર આયુષ ઓક

આજથી શાળા, કોલેજો, વાહનવ્‍યવહાર રાબેતા મુજબ ચાલુ

અમરેલી તા. 14

તાજેતરમાં હવામાન ખાતાની આગાહીના અનુસંધાને અમરેલી જિલ્‍લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારોમાં વાયુ વાવાઝોડાની સંભવિત અસરના પગલે જિલ્‍લા વહીવટી તંત્ર અમરેલીએ સ્‍થાનિક વસવાટ કરતા પ્રજાજનોની સાવચેતી અને સલામતી માટે સ્‍થળાંતર કરાવીને દમચાની ટીમ, તમામ પોલીસ સ્‍ટાફ, આરોગ્‍ય તેમજ અન્‍ય વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓએ ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને ઉત્‍કૃષ્ટ કામગીરી કરી હતી. આ સમય દરમિયાન વહીવટી તંત્ર દ્વારા કુલ 30,000 જેટલા ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. ગઈકાલથી જ વાયુ વાવાઝોડાની દિશા બદલાતા અમરેલી જિલ્‍લાના દરિયાકાંઠા વિસ્‍તારો પરનો ખતરો ટળ્‍યો હતો.

આજ રોજ જિલ્‍લા કલેકટર આયુષ ઓકએ દરિયાકાંઠા વિસ્‍તારોની તમામ પરિસ્‍થિતિનું નિરીક્ષણ કરી કોઈ ખતરો ન જણાતા દરિયાઈ વિસ્‍તાર પર ફરજ બજાવતા તમામ કર્મચારી અધિકારીઓને પોતાની મૂળ ફરજ પરપરત બોલાવી લેવામાં આવ્‍યા છે. આવતીકાલથી શાળા, કોલેજો, વાહનવ્‍યવહાર, ઉદ્યોગો અને પોર્ટ રાબેતા મુજબ કાર્યરત થઇ જશે. આ ઉપરાંત રાજય સરકાર દ્વારા સહાય માટે મોકલવામાં આવેલી ડિઝાસ્‍ટરની ટીમોને પણ પરત મોકલી આપવામાં આવી હતી. કલેકટરઆયુષ ઓકએ તમામ વહીવટી તંત્ર સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું હતું કે જિલ્‍લાના દરેક વિભાગના કર્મચારીઓએ આવી આપદા સમયે પોતાની કાર્ય પ્રત્‍યે નિષ્ઠાવાન રહીને પોતાની જવાબદારી સમજીને ઉત્તમ કાર્ય કર્યું છે જે ખરેખર બિરદાવવાને લાયક છે. આ ઉપરાંત કલેકટરએ વાયુ વાવાઝોડાની પરિસ્‍થિતિને પહોંચી વળવા પોતાનું યોગદાન આપનાર સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ધાર્મિક સંસ્‍થાઓ, સરકારી ખાતાના તમામ કર્મચારીઓ – અધિકારીઓની સેવાઓને બિરદાવી હતી.

error: Content is protected !!