સમાચાર

શેત્રુંજી વન વિભાગમાં નિષ્ઠાવાન અધિકારીની નિમણૂંક કરો

લાયન નેચર ફાઉન્‍ડેશન દ્વારા મુખ્‍યમંત્રી રૂપાણીને લેખિત રજુઆત

શેત્રુંજી વન વિભાગમાં નિષ્ઠાવાન અધિકારીની નિમણૂંક કરો

શેત્રુંજી રેન્‍જમાં એશિયાટીક સિંહ સહિતનાં પ્રાણીઓની સુરક્ષા કરવી જરૂરી છે

અનેક વખત ગેરકાયદેસર લાયન-શોની ફરિયાદ થઈ હોય નકકર કામગીરી થઈ નથી

અમરેલી, તા. 14

લાયન નેચર ફાઉન્‍ડેશનનાં પ્રમુખ ભીખુભાઈ બાટાવાળાએ શેત્રુંજી રેન્‍જમાં નિષ્ઠાવાન અધિકારીઓની નિમણૂંક કરવા મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજુઆત કરેલ છે.

મુખ્‍યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, ભારતની આન, બાન અને શાન સમા ભારતની આગવી     ઓળખ એવા સિંહો સહિતના વન્‍ય પ્રાણીઓ, પ્રકૃતિ અને પર્યાવરણની સુરક્ષાના શુભ આશયથી ગુજરાત સરકાર ઘ્‍વારા શેત્રુંજી રેન્‍જ બનાવી વન્‍ય પ્રાણીઓને સુરક્ષા પુરી પાડવાના ઉમદા નિર્ણયને વન્‍ય પ્રાણી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ સહૃદય આવકારે છે.

વર્ષર000માં પ્રથમ વખત શેત્રુંજી નદીના કાંઠે સિંહ-સિંહણની જોડીએ શેત્રુંજી નદી આસપાસના અડાબિડ બાવળના જંગલમાં રહેવાનો શુભારંભ કરતાં આજે ભભરાજમાતાભભ તરીકે ઓળખાતી સિંહણ ર1 વર્ષની વૃઘ્‍ધ અવસ્‍થામાં પ્રવેશેલી સિંહણનો પરિવાર એટલો બધો ફૂલયો ફાલયો છે કે સિંહોને રહેવાની જગ્‍યા ટૂંકી પડતા સિંહોએ તળાજા, પાલિતાણ માઈગ્રેટ થઈ પોતાની રીતે આવાસ બનાવેલ છે.

અગાઉ સામાજિક વનીકરણ રેન્‍જ અમરેલી તરીકે ઓળખાતા વિસ્‍તારને વિસ્‍તૃત કરી શેત્રુંજી રેન્‍જ બની છે.

ત્‍યારે જે અધિકારીઓ શેત્રુંજી રેન્‍જમાં ઈન્‍ચાર્જ તરીકે નિમણૂંક કરવામાં આવી છે તે અધિકારીઓ અને નીચેના સ્‍ટાફ સામે ભ્રષ્‍ટાચારના અનેક આક્ષેપો થયાનું માહિતી અધિકાર કાયદાથી ઉજાગર થયું છે.

વધુમાં જણાવેલ છે કે, જે સામાજિક વનીકરણ વિભાગ અમરેલી નીચે આવતા તમામ રેન્‍જમાં બાંધકામ-પાણીના પોઈન્‍ટ, પાણીના પોઈન્‍ટ ભરવા, ટ્રેકર ગાર્ડોની નિમણૂંકમાં મામકાવાદ, પાણીના પોઈન્‍ટ ખાલી રહેવાની બાબતો તેમજ અન્‍ય અનેક બાબતો અંગે માહિતી અધિકાર કાયદાથી જાગૃત નાગરિકો, લાયન નેચર ફાઉન્‍ડેશનના કાર્યકરો, પર્યાવરણ પ્રેમીઓ ઘ્‍વારા માહિતી માંગવામાં આવે છે.

ત્‍યારે રેન્‍જના અધિકારીઓએ માહિતી આપવામાં ઠાગાઠૈયા કરી અધુરી અસ્‍પષ્‍ટ માહિતી આપતા હોવાથી પ્રથમ અપીલઅધિકારીને અપીલ કરવામાં આવે તો તે રેન્‍જના અધિકારીના ઉપલા અધિકારીઓ હોય છે તેઓ પ્રથમ અપીલમાં મનના તરંગ પ્રમાણે અપીલ ચલાવી ભારત સરકારે બનાવેલ માહિતી અધિકારનાં કાયદાનો         ઉલાળીયો કરતો હોય. બીજા અરજદારો ગાંધીનગર જવા- આવવાનો ખર્ચ ઉપાડી શકતા ન હોય આખરે થાકી હારીને ચુપચાપ રહેવાનું મુનાસીબ ગણે છે.

વધુમાં જણાવેલ છે કે, સામાજિક વનીકરણ વિભાગ નીચે આવતી રેન્‍જોમાં ગેરકાયદે લાયન શો ના બનાવો અને ગેરકાયદે લાયન શો કરનારાઓ ઘ્‍વારા સિંહોએ કરેલ શિકારને મોટર સાયકલ પાછળ બાંધી સિંહોને પરેશાન કરતાં વિડીયો વાયરલ થવાના બનાવો ટીવી ઉપર અને ન્‍યૂજ પેપરોમાં અનેક વખત પ્રસિઘ્‍ધ થવા છતાં આરોપીઓ વન વિભાગના ટૂંકા હાથ આવ્‍યા હોવાનું બહાર આવેલ નથી અને જો આરોપીઓ પકડાય તો નોર્મલ દંડ કરી આરોપીઓ સામે વન્‍ય પ્રાણી ઘ્‍વારા નીચે પગલાં લેવાતા ન હોવાના આક્ષેપો સામાજિક વનીકરણ વિભાગ અમરેલી સામે થઈ રહૃાાં છે.

ઉપરોકત બાબતો સહ અનેક બાબતોથી ઘેરાયેલ સામાજિક વનીકરણ વિભાગ અમરેલીના અધિકારીઓની નવા શેત્રુંજી ડિવીઝનના ઈન્‍ચાર્જ તરીકે નિમણૂંક આપતા બિલાડીને ખીર સોંપવા જેવો ઘાટ થાય તેમ હોય નવા શેત્રુંજી ડિવીઝનમાં પ્રમાણિક-કાર્યદક્ષ અને અગાઉ ગીર પૂર્વ તથા અન્‍ય ડિવીઝનમાં ફરજબજાવેલ અનુભવી ડીએફઓ અને એસીએફની નિમણૂંક કરશે તોજ સરકારનો ઉમદા આશય સફળ થઈ શકે તેમ હોય. વ્‍યાપકપણે વન્‍ય પ્રાણીઓ અને પર્યાવરણના હિત ખાતર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અંતમાં કરેલ છે.

error: Content is protected !!