સમાચાર

અમરેલીનાં પટેલ સંકુલ ખાતે સામાજિક સંસ્‍થાઓ દ્વારા રકતદાન કેમ્‍પ યોજાયો

અમરેલીમાં પટેલ સંકુલ ખાતે અમરેલી શહેરની જુદી જુદી સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ દ્વારા રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શાંતાબા મેડિકલ કોલેજનો સાથ સહકાર મળ્‍યો હતો. લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલ, અમરેલી જિલ્‍લા ખોડલધામ સમિતિ અને ગ્રીન ફ્રેન્‍ડસ ગૃપ દ્વારા યોજાયેલ રકતદાન કેમ્‍પમાં વિશાળ સંખ્‍યામાં દાતાઓએ રકતદાન કર્યું હતું. તાજેતરમાં અમરેલી જિલ્‍લા ઉપરાંત જુદા જુદા સાત જિલ્‍લામાં બ્‍લડ ડોનેશન કેમ્‍પ કરવા માટેની શાંતાબા મેડિકલ કોલેજ અમરેલીને મંજૂરી મળેલ હોય જે અંતર્ગત આજે અમરેલી શહેરમાં જુદી જુદી સંસ્‍થાઓદ્વારા આ રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પમાં વસંતભાઈ મોવલીયા, રમેશભાઈ કાથરોટીયા, સુરેશભાઈ દેસાઈ, દયાળભાઈ સંઘાણી, સરલાબેન ગજેરા, સંગીતાબેન ફીણવીયા, રમેશભાઈ કાબરીયા, દિનેશભાઈ કાબરીયા, મુકેશભાઈ કોરાટ, સંજયભાઈ રામાણી, એમ.કે. સાવલીયા, કાળુભાઈ સુહાગીયા, સંજયભાઈ ભેસાણીયા, કાળુભાઈ રૈયાણી, રાકેશભાઈ નાકરાણી, વિજયભાઈ વસાણી, હિતેશભાઈ બાબરીયા, જયસુખભાઈ સોરઠીયા, અરજણભાઈ કોરાટ, ગોરધનભાઈ માદલીયા, ભીખાભાઈ કાબરીયા, મુળજીભાઈ પાનેલીયા, ડાયાભાઈ ગજેરા, કનુભાઈ દેસાઈ સહિતના લોકોએ હાજરી આપી હતી. આ રકતદાન કેમ્‍પમાં પટેલ સંકુલ તરફથી મનસુખભાઈ ધાનાણી, બ્રિજેશભાઈ પલસાણા, વલ્‍લભભાઈ રામાણી, મગનભાઈ વસોયાએ સાથ સહકાર આપેલ હતો. શાંતાબા મેડિકલ કોલેજ બ્‍લડ બેંક તરફથી ચતુરભાઈ ખૂંટ, પીંટુભાઈ ધાનાણી અને તેમની ટીમે સુંદર આયોજન કર્યું હતું.

error: Content is protected !!