સમાચાર

મેઘરાજાએ પાલિકાની પોલ ખોલી નાખી : સામાન્‍ય વરસાદથી ઠેર-ઠેર પાણીનો ભરાવો મેઘરાજાએ પાલિકાની પોલ ખોલી નાખી

શહેરમાં સામાન્‍ય વરસાદથી ઠેર-ઠેર પાણીનો ભરાવો

મેઘરાજાએ પાલિકાની પોલ ખોલી નાખી

ચોમાસાનાં દિવસો અગાઉનાં આયોજનમાં પાલિકાનાં શાસકો સદંતર નિષ્‍ફળ રહૃાાં

સામાન્‍ય વરસાદથી કિચડ અને ગંદકીનો માહોલ ઉભો થવાથી રોગચાળાનો ખતરો

અમરેલી, તા. 14

અમરેલી શહેરમાં છેલ્‍લા ર દિવસથી પડતા સામાન્‍ય વરસાદથી ઠેકઠેકાણે પાણી ભરાતાં શહેરીજનોમાં રોષની લાગણી ઉભી થઈ છે.

ચોમાસાનાં દિવસો પહેલા પાલિકા ઘ્‍વારા ડિઝાસ્‍ટરને લઈને મસમોટી ગુલબાંગો ફેંકવામાં આવતી હતી. પરંતુ છેલ્‍લા ર દિવસમાં સામાન્‍ય વરસાદ પડતાં શહેરનાં ગોપાલનગર સહિતનાં રહેણાંક વિસ્‍તારમાં પાણીનો ભરાવો થતાં મચ્‍છરનો ઉપદ્રવ વધી રહૃાો છે તેમજ ઠેક-ઠેકાણે ગંદકીનો પણ માહોલ ઉભો થતાં રોગચાળાનો ખતરો ઉભો થયો છે. પાલિકાનાં શાસકોએ રોગચાળો ફેલાઈ તેની રાહ જોયા વગર યુઘ્‍ધનાં ધોરણે શહેરમાં મોરમ પાથરીને દવાનો છંટકાવ કરવો જોઈએ અને ગંદકીનો માહોલ દુર કરવો જોઈએ તેવી માંગ શહેરીજનોમાંથી ઉભી થઈ રહી છે.

error: Content is protected !!