Amreli Express

Daily News Papers

સમાચાર

હાશકારો : અમરેલી જિલ્‍લાથી વાવાઝોડાએ મોં ફેરવ્‍યું

જિલ્‍લાની જનતા, વહીવટીતંત્રમાં હાશકારાની લાગણી ઉભી થઈ

હાશકારો : અમરેલી જિલ્‍લાથી વાવાઝોડાએ મોં ફેરવ્‍યું

જિલ્‍લામાં આગામી 48 કલાક સુધી સામાન્‍યથી ભારે વરસાદ રહેવાની શકયતાઓ

જો કે વહીવટીતંત્રએ વાવાઝોડાનો સામનો કરવા જબ્‍બરી તૈયારી કરી હતી

અમરેલી જિલ્‍લામાં આજે શુક્રવારે પણ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરાયો

અમરેલી, તા. 13

અમરેલી જિલ્‍લાથી “વાયુ” વાવઝોડાએ મોં ફેરવી લેતાં છેલ્‍લા 7ર કલાકથી સૌ કોઈનાં જીવ ઊંચા થયા હતા. તે સૌ કોઈમાં હાશકારાની લાગણી ઉભી થઈ છે. જો કે આગમી 48 કલાક સુધી વરસાદની શકયતાને લઈને આવતીકાલ શુક્રવારે પણ શાળા- કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

સૌરાષ્‍ટ્રનાં દરિયાકાંઠે “વાયુ” ચક્રાવાતનાં પગલે અમરેલી જિલ્‍લાનાં જાફરાબાદ બંદર ઉપર સૌથી વધુ અસર થવાની સંભાવનાના પગલે અગમચેતીના પગલાં લેવામાં આવ્‍યા હતા. પરંતુ સદનસીબે આ ભભવાયુભભ ચ્રકાવતનો ખતરો હવે અમરેલી જિલ્‍લા ઉપરથી ટળી ગયો છે. અમરેલી જિલ્‍લા સહિત સૌરાષ્‍ટ્રનાં દરિયાકાંઠા ઉપરના વિસ્‍તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ વરસાદની આગાહીનાં પગલે અમરેલી જિલ્‍લામાં છુટા છવાયા વરસાદનાં ઝાપટ પડી રહૃાાં છે.

અમરેલી જિલ્‍લામાં બપોરેર વાગ્‍યા સુધીમાં અમરેલીમાં ર6 મીમી, બાબરામાં 1ર મીમી, બગસરા 10 મીમી, ધારીમાં 10 મીમી, જાફરાબાદમાં 3પ મીમી, લીલીયામાં 18 મીમી, લાઠીમાં 30 મીમી, સાવરકુંડલામાં 16 મીમી, રાજુલામાં ર7 મીમી, વડીયામાં 10 મીમી, ખાંભામાં 3પ મીમી વરસાદ ફલ્‍ડ કંટ્રોલ રૂમમાં નોંધાવવા પામેલ છે.

જો કે સામાન્‍ય વરસાદનાં પગલે અમરેલી શહેરનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્‍યો હોય લોકો વીજતંત્રથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

આકાશમાં હજુ વાદળોની જમાવટ હોય વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોય, વાતાવરણમાં બફારો હોય, વધુ વરસાદ પડવાની શકયતાઓ નકારી શકાતી નથી.

error: Content is protected !!