Amreli Express

Daily News Papers

સમાચાર

ધારીનાં મોણવેલ ગામે રેવન્‍યુ વિસ્‍તારમાં ચિંકારાનો શિકાર કરનાર શખ્‍સ ઝડપાયો

મદદનીશ વન સંરક્ષક એચ.જે. ઠકકરનો સપાટો

ધારીનાં મોણવેલ ગામે રેવન્‍યુ વિસ્‍તારમાં ચિંકારાનો શિકાર કરનાર શખ્‍સ ઝડપાયો

વન અધિકારીઓએ મિજબાની કરનારને દબોચી લીધા

ધારી, તા. 13

ગીર (પૂર્વ) વન વિભાગનાં નાયબ વન સંરક્ષક પી. પુરૂષોતમાની સુચના તથા મદદનીશ વન સંરક્ષક એચ.જે. ઠકકરનાં માર્ગદર્શન હેઠળ ધારી તાલુકાનાં મોણવેલ ગામમાં રેવન્‍યુ વિસ્‍તારમાં ગેરકાયદેસર હરણ (ચિંકારા)નો શિકાર કરી અમુક ઈસમો મિજબાની માણતા હોય તેવી ખાનગી રાહે બાતમી મળતાં પાણીયા રેન્‍જનાં આરએફઓ આર.એમ. સીડા, દલખાણીયા રેન્‍જનાં આરએફઓ ડી.એ. જાડેજા તથા ફોરેસ્‍ટરબી.બી. મયાત્રા, ફો.ગાર્ડ જી.જી. ભમ્‍મર, ફો. ગાર્ડ સી.આર. ભાલીયા વગેરેને બાતમીવાળી જગ્‍યાએ રેઈડ કરતાં ત્‍યાં એક ઈસમ મળી આવેલ જેનું નામ શામજીભાઈ શંભુભાઈ મકવાણા હોય અને સ્‍થળ ઉપરથી ચિંકારા વન્‍ય પ્રાણીના અવસેસો મળી આવતાં વધુ તપાસ હાથ ધરવામાં આવેલ. અને શામજીભાઈ સાથે રહેલા અન્‍ય ઈસમો રાત્રીનાં અંધારાનો લાભ લઈ ભાગી છુટવામાં સફળ રહેલ. જે અનુસંધાને દિવસનાં શામજીભાઈને અટક કરી વધુ તપાસ હાથ ધરતા બનાવ વાળી જગ્‍યાથી ચિંકારાનું માથુ, લાદેડો, ફેકી દીધેલ ચિંકારાનું મટન, ચામડું, લોહીવાળુ નળીયું, ફાંસલો, કલ્‍ચ વાયર વગેરે મળી આવેલ. જયારે શામજીભાઈને કોર્ટ હવાલે કરતાં બે દિવસનાં રિમાન્‍ડ મંજુર થતાં તેની વધુ પુછપરછ હાથ ધરેલ તે દરમ્‍યાન અન્‍ય ભાગી છુટેલ આરોપી વિશાલભાઈ રમેશભાઈ મકવાણા તથા બાલાભાઈ જીણાભાઈ મકવાણા જે આજરોજ    મળી આવેલ જેની તપાસ ચાલું છે.

error: Content is protected !!