Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલી જિલ્‍લામાં ‘‘ભીમ અગિયારશ”નું શુકન સચવાયું

“વાયુ” વાવાઝોડાનાં લીધે પવન સાથે વરસાદ ખાબકયો

અમરેલી જિલ્‍લામાં ‘‘ભીમ અગિયારશ”નું શુકન સચવાયું

ઘણા વર્ષો બાદ ભીમ અગિયારશનાં પવિત્ર દિવસે મેઘમહેર થતાં ખેડૂતો ખુશ

અમરેલી, તા. 13

અમરેલી જિલ્‍લામાં આજે “વાયુ” વાવાઝોડાનાં પ્રતાપે ભીમ અગિયારશનાં પવિત્ર દિવસે મેઘમહેર થતાં સમગ્ર જિલ્‍લામાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ઘણા દિવસોથી ગરમીનો સામનો કરનાર સૌ કોઈમાં રાહતની લાગણી જોવા મળી હતી.

અમરેલી શહેરમાં વ્‍હેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું અને સમયાંતરે ધીમી ધારે વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

કયારેક ધીમી ધારે તો કયારેક મુશળધાર વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્‍તારોમાં તેમજ જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા અને સવારથી સાંજ સુધી વાતાવરણ આહલાદક બની રહૃાું હતું.

ભીમ અગિયારશનાં લીધે શહેરની અનેક દુકાનો બંધ હોય રાજમાર્ગો સુમસામ બની ગયા હતા, વાવાઝોડાનું સંકટ હળવું બનતા સૌ કોઈમાં રાહતની લાગણી જોવા મળી હતી.

error: Content is protected !!