Amreli Express

Daily News Papers

સમાચાર

જાફરાબાદ નજીક દરિયામાં રાખેલ જહાજે ચાલતી પકડતાં ફસાયું

‘‘વાયુ” ચક્રાવાતનાં કારણે

જાફરાબાદ નજીક દરિયામાં રાખેલ જહાજે ચાલતી પકડતાં ફસાયું

દરિયામાં મોજા ઉછળી રહૃાાં હોય જહાજ બચાવવા અથાગ પ્રયાસ

અમરેલી, તા. 13

સૌરાષ્‍ટ્રનાં દરિયા કાંઠાનાં વિસ્‍તારોમાં ભભવાયુભભ ચક્રાવાતની કપરી પરિસ્‍થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર ર્ેારા પગલાં ભરવામાં આવ્‍યા છે. જેનાં કારણે દરિયામાં માછીમારી કરવા ગયેલ તમામ માછીમારોને પરત બોલાવી લેવાયા હતા અને તમામ બોટોને દરિયા કાંઠે લાંગરી દેવામાં આવી હતી તેમ છતાં એક જહાજને દરિયામા જ એંકર ઉપર બાંધી દઈ અને તેમાં રહેલા ખલાસીઓ સહિતનાં લોકો દરિયા કાંઠે પહોંચી ગયા હતા.

ચક્રાવાતને લઈ દરિયામાં ખૂબ જ કરંટ હોય, અને લોઢ ઉછળી રહૃાો હોય ત્‍યારે આ દરિયામાં એંકર ઉપર બાંધેલ જહાજ દરિયામાં મોજાની સાથે ચાલતું થયું હતું. આ જહાજ દરિયામાં ભાંકોદર સ્‍વાન જેટી નજીક પહોંચી ગયાનું જાણવા મળેલ છે. આ જહાજમાં કોઈ ખલાસી કે અન્‍ય કોઈ ન હોય, અને દરિયામાંભારે કરંટ હોવાના કારણે તેને બચાવવા માટે વહીવટીતંત્ર ર્ેારા તનતોડ પ્રયાસ કરવામાં આવી રહૃાો છે તેમ છતાં તેને ડૂબતાં બચાવી શકવાની શકયતા નહીંવત જોવા મળી રહી છે.

error: Content is protected !!