સમાચાર

અમરેલીની ક્રિષ્‍ના પાર્ક સોસાયટીનાં રહીશો બિસ્‍માર રસ્‍તા પ્રશ્‍ને વરસતા વરસાદે પહોંચ્‍યા સાંસદનાં ઘેર

અમરેલીના ચકકરગઢ રોડ પર આવેલ ક્રિષ્‍ના પાર્ક તેમજ જીવનધારા સોસાયટીના રહીશો વાયુ વાવાઝોડાની આગાહી બાદ ગત રાત્રે પડેલા થોડા વરસાદમાં પણ આ વિસ્‍તારમાં પાણી ભરાયા હતા અને વાહન તો દૂર ચાલીને જવામાં પણ મુશ્‍કેલી પડે એટલો ગારો થયો હતો. ભૂગર્ભ ગટર અને ગેસ લાઈનના કામ માટે રસ્‍તાના ખોદકામ કરી માટી સરખી નહીં કરાતા જમીન પોચી પડેલી હતી અને ચોમાસાના પહેલા વરસાદે પુષ્‍કળ પ્રમાણમાં ચીકણું કીચડ થયું હતું. જેના કારણે અહીં વસતા લોકોના વાહન ફસાયા હતા અને ચાલવામાં પણ પારાવાર તકલીફ પડતી હોય, આ વિસ્‍તારના રહીશો સમસ્‍યાના નિવારણ માટે ચાલુ વરસાદે સાંસદ નારણભાઈ કાછડીયાના નિવાસસ્‍થાને પહોંચ્‍યા હતા. સંસદસભ્‍ય મિટીંગમાં હોય, પછી વાત કરવાનું જણાવ્‍યું હતું પરંતુ ક્રિષ્‍ના પાર્કસોસાયટી ર0 વર્ષ જૂની હોય હજુ સુધી રસ્‍તા બિસ્‍માર હાલતમાં હોવાથી રોષે ભરાયેલા સૌ નાગરિકોએ અમરેલી નગરપાલિકા કચેરીએ આવી ચીફ ઓફિસર તથા ચીફ એન્‍જિનીયરને પોતાને ભોગવવી પડતી હાલાકીની વાત કરી તત્‍કાલ નિરાકરણ માટે અરજી કરી હતી. વરસતા વરસાદમાં ર ટ્રેકટર અને 13 મોટરસાયકલ સાથે આવેલા આ વિસ્‍તારના રહીશો વતી વિપુલ ભટ્ટીએ ક્રિષ્‍ના પાર્ક સોસાયટીના રસ્‍તાની મરામત કરવા રજૂઆત કરી હતી. અમરેલી નગરપાલિકાના પ્રમુખ જયંતીભાઈ રાણવાએ હાલ લોકોને ચાલવામાં તકલીફ ન પડે એ રીતે રસ્‍તો સરખો કરવા પાલિકા તંત્રને સૂચના આપી હતી. તેમજ આવનારા સમયમાં પાકો રોડ બનાવી આપવાની ખાતરી આપી હતી. આ રજૂઆત કરવા માટે સોસાયટીના આગેવાનો રાજુભાઈ કાકડીયા, હસુભાઈ રાજયગુરૂ, કનુભાઈ મીસ્‍ત્રી, નારણભાઈ વઘાસીયા, બીપીનભાઈ ત્રિવેદી, મોરસિંહ ગુર્જર, પિન્‍ટુભાઈ, અશ્‍વિન પરમાર, રાજુભાઈ બડમલીયા, દલપતબાપુ, સુભાષ ચોડવડીયા, પ્રફુલ્‍લ નિમાવત, વિપુલ સગર, હનુભાઈ, ટીકાભાઈ, પ્રવિણભાઈ, રમેશભાઈ, મુકેશભાઈ, કેયુરભાઈ સહિત ધર્મિષ્ઠાબેન ડોબરીયા, સોનલબેન ભટ્ટી, ભારતીબેન, હેતલબેન કથિરીયા, કૈલાસબેન વરૂ, મિલીબેન દેશાણી, સોનલબેન વાંઝા, દમયંતીબેન જોષી, શોભાબેન ઉનડકટ, રૂપાબેન શુકલ, જયશ્રીબેન પરમાર, રેખાબેન, સુશીલાબેન,બિંદીયાબેન, વર્ષાબેન, ભૂમિબેન વગેરે ઉપસ્‍થિત રહયા હતા. તેમ વિપુલ ભટ્ટીએ જણાવેલ છે.

error: Content is protected !!