Amreli Express

Daily News Papers

સમાચાર

ખાંભામાં ‘વાયુ’ વાવાઝોડાની અસરથી ધીમીધારે વરસાદ પડતાં હાઈ-વે અને બજારોમાં પાણી ફરી વળ્‍યા

ખાંભા-ઉના સ્‍ટેટ હાઈ-વે ઉપર વગર વરસાદ અને પવન-વિના 60 વર્ષનું જુનુ પીપરનું વૃક્ષ ખાબકતા સ્‍ટેટ હાઈ-વે 90 ઉપર ટ્રાફીક જામની સ્‍થિતી  સાથે વીજ વાયર ઉપર વૃક્ષ ખાબકતા, ખાંભાનો વીજ પુર્વકો કલાકો ખોરવાયો સ્‍થાનીક ગ્રામ પંચાયતના સરપંચે જે.સી.બી. મંગાવી માર્ગ ઉપરથી વડી ગયેલ વૃક્ષ હટાવી રોડ ચાલુ કરાર્યો. નહિ વાદલડીને નહિ વીજલડી ગીતને સાર્થક કરતી ઘટના ખાંભા – ઉના સ્‍ટેટ હાઈ-વે ઉપર સામી પડતી હોય તેમ વગર પવન અને વગર વરસાદે ખાંભાના ભગવતી પરા ખાતે ટ્રાફિકથી ઘમધમતા, ખાંભા – ઉના – જાફરાબાદ – રાજુલા સ્‍ટેટ હાઈ-વે ઉપર માર્કેટીંગ યાર્ડ નજીક 60 વર્ષ જુનુ વિશાળ કાય પીવરનું વૃક્ષ અચાનક રોડ ઉપર ખાબકતા સ્‍ટેટ હાઈ-વે ઉપર વાહનોની લાંબી કતારો થતા ઘડીક તો અફડા તફડીનો માહોલ સર્જાવા સાથ પીપરનું વૃક્ષ જીવીસીએલના વાયર ઉપર પડતા વાયરો તુટી જવાથી ખાંભાનો વીજપુર્વકો અઢી કલાક ખોરાવાયેલ સતત ટ્રાફિકથી ઘમઘમતા સ્‍ટેટ હાઈ-વે ઉપર સદભાગ્‍યે વૃક્ષ પડવા સમયે વાહનો કે રાહદારીઓ ન હોવાથી મોટી દુર્ઘટના બનવા પામેલ નહી.ભગવતીપરા ખાતે સ્‍ટેટ હાઈ-વે ઉપર વૃક્ષ પડવાથી વાહન – વ્‍યવહાર સ્‍થગીત થવાની ખાંભાના યુવાસરપંચ અમરીશ જોષીને થતા તેઓ દ્વારા તાત્‍કાલિક જે.સી.બી. મંગાવી પડી ગયેલા વૃક્ષનું કટીંગ કરી માર્ગ ખુલ્‍લો કરનાર વાહન વ્‍યવહાર ચાલુ થયેલ. ખાંભા-ઉના સ્‍ટેટ હાઈ-વે ઉપર ઘટેલી ઘટના નજીક હજુ પણ વરસો જુની પીપરના મુળીયા બહાર આવવામાં પીપરી રોડ ઉપર નમી ભવિષ્‍યમાં દુર્ઘટના સજે તેમ  હોય તેમજ આ સ્‍થળે સ્‍ટેટ હાઈ-વે ઉપર વરસો જુની ખાનગી માલીકીની જુની ઓઈલ મીલની દિવાલ નીચે પાયા નજીક આસપાસથી માટી-નીકળી જતા મીલનો રોડ સાઈડનો કરો ગમે ત્‍યારે ઘસી પડે તે પહેલા તાત્‍કાલીક પીપરો – બે અને મીલની દિવાલ પાડી નાખવામાં નહી આવે તો આગામી દિવસોમાં જાન માલ અને વાહનને વૃક્ષ અને દિવાલ પડવાની મોટી દુર્ઘટના બને નમી ગયેલા. વૃક્ષો અને બહાર આવી ગયેલ પાયા વાળો કરો દુર કરવાની કાર્યવાહી હાથ ઘરાય તેવું જાગૃત નાગરીક ઈચ્‍છી        રહયા છે.

error: Content is protected !!