Amreli Express

Daily News Papers

સમાચાર

કોસ્‍ટ ગાર્ડ, દમચા તથા આરોગ્‍ય ખાતાની ટીમ દ્વારા સગર્ભા મહિલાની સફળ પ્રસૂતિ કરાવાઈ

વાવાઝોડાની આગાહીના પગલે જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા અમરેલીના રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠાવિસ્‍તારોમાં પહેલેથી જ આરોગ્‍ય અને જરૂરી સેવાઓની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આજરોજ વ્‍હેલી સવારે જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ખાતે 7 માસની સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડ થતાં કોસ્‍ટ ગાર્ડ અને એનડીઆરએફની ટીમ દ્વારા તાત્‍કાલિક સારવાર પૂરી પડાઈ હતી. આવા કપરા સમયમાં આ બંને ટીમોએ સગર્ભા મહિલાને એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સહી સલામત સ્‍થળે ખસેડી ગાયનેકોલોજીસ્‍ટ અને પીડિયાટ્રિશિયન ડોકટરોની ટીમ દ્વારા પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્‍યો હતો. ત્‍યારબાદ માતા અને બાળકને નજીકના આરોગ્‍ય કેન્‍દ્રમાં ખસેડવામાં આવ્‍યા હતા.

error: Content is protected !!