સમાચાર

પવનની ગતિ ધીમી થઈ, વાતાવરણ વાદળછાંયુ બની ગયું

પવનની ગતિ ધીમી થઈ, વાતાવરણ વાદળછાંયુ બની ગયું

અમરેલી જિલ્‍લામાં ‘‘વાવાઝોડા”નાં આગમનની તૈયારીઓ

કલેકટર, પ્રભારી મંત્રી સહિત શાસકો દરિયાકાંઠે પહોંચી ગયા

‘‘વાયુ” વાવાઝોડું જાન-માલને નુકશાન કર્યા વગર પસાર થાય તેવી સૌ કોઈની લાગણી

અમરેલી, તા. 1ર

સૌરાષ્‍ટ્રનાં દરિયાકાંઠે ભભવાયુભભ વાવાઝોડું આગામી કલાકોમાં જ ત્રાટકવાનું હોય વાવાઝોડાનાં આગમનની છડી પોકારતાંવાતાવરણનું નિર્માણ થઈ જવા પામ્‍યું છે. ત્‍યારે અમરેલી જિલ્‍લામાં ગઈકાલ રાત્રીનાં સમયથી પવનની ગતિ એકદમ ધીમી થઈ જવા પામી છે. વાતાવરણમાં ભારે બફારો જોવા મળી રહૃાો છે. સવારથી આકાશમાં વાદળાઓ છવાઈ જવા પામ્‍યા છે.

ત્‍યારે સવારે 10 વાગ્‍યાના સમયે અમરેલીમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહૃાું હતું. જયારે દરિયાકાંઠાના વિસ્‍તારોમાં આકાશમાં કાળા ડીંબાગ વાદળો છવાયા છે અને ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયાનું જાણવા મળેલ છે.

અમરેલી જિલ્‍લાનાં દરિયા કાંઠાનાં વિસ્‍તાર જેવા એવા જાફરાબાદ પંથકમાં વાવાઝોડાની અસરની શરૂઆત થઈ જવા પામી છે ત્‍યારે આજે સવારે વાવાઝોડાની શરૂઆત અગાઉ જ આકાશમાં કાળા ડીંબાગ વાદળો સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.

અમરેલી જિલ્‍લાનાં કલેકટર આયુષ ઓક પોતાની ટીમ સાથે આજે સવારે જાફરાબાદ ખાતે દોડી ગયા છે અને પરિસ્‍થિતિનું નિરીક્ષણ કરી જરૂરી આદેશો પણ આપ્‍યા છે.

error: Content is protected !!