સમાચાર

દરિયાકાંઠા વિસ્‍તારનાંગામોની મુલાકાત લેતા કૃષિમંત્રી આર.સી. ફળદુ

હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજરોજ મોડી સાંજથી જ વાવાઝોડાની અસર ચાલુ થઈ જવાની હતી. જેના અનુસંધાને કૃષિમંત્રી આર.સી. ફળદુએ આજે રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના વિસ્‍તારના ગામોની મુલાકાત લીધી હતી. જિલ્‍લા વહિવટી તંત્ર અમરેલી દ્વારા વાયુ વાવાઝોડાની સંભાવનાને કારણે જાફરાબાદ તાલુકાના 17 અને રાજુલા તાલુકાના 18 ગામોમાંથી ર0889 લોકોનું પ41 આશ્રયસ્‍થાનમાં સ્‍થળાંતર કરવામાં આવેલ છે. કૃષિમંત્રીએ જાફરાબાદની હાઈસ્‍કૂલ તેમજ વઢેરા, બલાણા, રોહિસા અને ધારાબંદર જેવા ગામોની પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈને તંત્ર દ્વારા સ્‍થળાંતર કરાયેલા લોકોની સાથે વાતચીત કરી હતી. આ તમામ ગામોની પ્રાથમિક શાળામાં સ્‍થળાંતર કરાયેલા લોકોની રહેવા જમવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. કૃષિમંત્રી ફળદુએ ગ્રામજનોને સંબોધતા કહયું હતું કે હવામાન ખાતાની આગાહી પ્રમાણે આ વાયુ વાવાઝોડું અત્‍યંત જોખમી છે. કાચા મકાનો અને ઝુંપડામાં રહેતા લોકોએ તાત્‍કાલિક સલામત સ્‍થળે સ્‍થળાંતર થઈ જવું જોઈએ. જો વાવાઝોડાની પરિસ્‍થિતિ વિકરાળ બનશે તો ગામો સંપર્ક વિહોણા થઈ જતા હોય છે. અને આવી સ્‍થિતિમાં ખુબ જ મુશ્‍કેલી પડી શકે એમ છે. સ્‍થળાંતર કરાયેલા ગ્રામજનો સાથે વાતકરતા એમણે જણાવ્‍યું હતું કે પ્રાથમિક શાળાના મકાનો પાકા હોવાથી અમને પુરતી સલામતી અનુભવાય છે. ગઈકાલથી જ તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓએ બધા ગ્રામજનોને જરૂરી સૂચના આપી હતી. અને સલામત સ્‍થળે ખસેડવામાં મદદ કરી હતી. આ સ્‍થળે રહેવાની અને જમવાની વ્‍યવસ્‍થા પુરતી હોવાથી નાના ભૂલકાઓને પણ કોઈ હાલાકી પડશે નહી. જિલ્‍લા વિકાસ અધિકારી સી.એમ. પાડલીયાએ વધુમાં માહિતી આપતા જણાવ્‍યું હતું કે સ્‍થળાંતર કરાયેલા લોકો માટે આરોગ્‍ય તેમજ અન્‍ય જીવન જરૂરિયાત સેવાઓ મળી રહે તે માટે તંત્રે પુરતી વ્‍યવસ્‍થા કરી છે. સગર્ભા બહેનોની યોગ્‍ય કાળજી લેવાય તે માટે એમ્‍બ્‍યુલન્‍સ તેમજ પુરતો સ્‍ટાફ તૈયાર રાખવામાં આવ્‍યો છે. આ મુલાકાત વેળાએ પુર્વમંત્રી બાવકુભાઈ ઉંઘાડ, પુર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, ધારાસભ્‍ય અમરીશ ડેર, જિલ્‍લા ભાજપા પ્રમુખ હિરેન હિરપરા, જિલ્‍લા ભાજપા મહામંત્રી કૌશિક વેકરીયા, તથા જિલ્‍લાના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!