સમાચાર

સાવરકુંડલાનાં જૈન દેરાસરની 168મી સાલગીરા તેમજ પુનઃ પ્રતિષ્ઠાની સુવર્ણ જયંતીની ઉજવણી

ગત જેઠ સુદ છઠના શ્રી ધર્મનાથ સ્‍વામી તથા શાંતિનાથ સ્‍વામીના જિનાલયની 168મીસાલગીરા અને પુનઃ પ્રતિષ્ઠાની સુવર્ણ જયંતી તેમજ નૂતન આયંબીલ શાળાનું ઉદઘાટન કરવામાં આવ્‍યું. આ પ્રસંગે સુવિસાલ ગચ્‍છાધિપતિ શ્રીમદ રામચંદ્ર સુરીશ્‍વરજીના શિષ્‍ય વિજયજીન દર્શન સુરીએ ઉગ્ર વિહાર કરી અને નિશ્રા આપી તેમજ સાવરકુંડલા બહાર વસતા લગભગ 3પ0 ધર્મપ્રેમીઓ 4પ ડિગ્રીની કાળઝાળ ગરમી વચ્‍ચે પણ પધારી જિનાલયની ધજાની બોલીઓ તેમજ શાંતિનાથ દાદાનો સવા કિલો સુવર્ણથી બનાવેલો મુગટ ચડાવવાની પણ બોલી બોલવામાં આવી હતી. આ પ્રસંગને સફળ બનાવવામાં સંઘના પ્રમુખ નવીનચંદ્ર શેઠ મુંબઈથી 10 દિવસ પહેલા આવી અને સ્‍થાનિક ટીમ જગુભાઈ સંઘવી, પ્રવિણભાઈ દોશી, પ્રમોદભાઈ સંઘવી, જયેશભાઈ દોશી, હિતેશભાઈ દોશી વગેરેની મહેનતથી ઉજવણીમાં ચાર ચાંદ લાગ્‍યા હતા. નૂતન આયંબીલ ભવન કે જે માત્ર સાડા ત્રણ મહિનામાં 3100 સ્‍કવેર ફીટનું બાંધકામ સાવરકુંડલા બાંધકામ જગતના ઈતિહાસમાં પ્રથમવાર બન્‍યું હતું. તેમનું પણ ઉદઘાટન નવીનભાઈ શેઠ તેમજ બાંધકામ કમિટીના હાથે કરવામાં આવ્‍યું હતું. મહોત્‍સવના ત્રણેય દિવસ દરમિયાન સવાર, બપોર તેમજ સાંજના શ્રી સંઘ સ્‍વામી વાત્‍સલ્‍ય રાખવામાં આવેલ હતા. ત્રણેય દિવસ દરમિયાન સંગીતકાર અપૂર્વભાઈ તથા દિપેશભાઈ કામદારે સંગીતની રમઝટ બોલાવી હતી. વિધિકાર તરીકે પાલીતાણાના જયદીપભાઈ પધારેલ હતા. તેમજસાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્‍યામાં હાજર રહી 168મી સાલગીરા તેમજ પુનઃ પ્રતિષ્ઠા સુવર્ણ જયંતીની ભવ્‍ય ઉજવણીમાં સહભાગી બન્‍યા હતા.

error: Content is protected !!