સમાચાર

‘‘વાયુ” વાવાઝોડા સામે વહીવટીતંત્ર દ્વારા ચાંપતી વ્‍યવસ્‍થા

અમરેલીનાં કલેકટર આયુષ ઓકે પત્રકાર પરિષદ યોજી

‘‘વાયુ” વાવાઝોડા સામે વહીવટીતંત્ર દ્વારા ચાંપતી વ્‍યવસ્‍થા

રાજુલા અને જાફરાબાદ તાલુકાના લગભગ ર3 જેટલા ગામો પ્રભાવિત થવાની સંભાવના

તા. 1ર અને 13 જુનના રોજ શાળાઓમાં રજા જાહેર કરાઈ

અમરેલી, તા. 11

હવામાન ખાતાની આગાહી અનુસાર 10 થી 14 જુન સુધી અરબી સમુદ્રમાં લો-પ્રેશર ઉદભવેલ છે જેના પરિણામે દરિયાકાંઠાના રાજુલા અને જાફરાબાદ તાલુકાઓને અસર થવાની શકયતા છે. જેના અનુસંધાને જિલ્‍લા કલેકટર આયુષ ઓકના અઘ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સનું આયોજન થયું હતું જેમાં આવનાર વાવાઝોડા સામે સાવચેતીના પગલાં લેવા માટેની વ્‍યવસ્‍થાની માહિતીઓની  સાથે યોગ્‍ય માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

કલેકટરે વધુ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, રાજુલા અને જાફરાબાદ તાલુકાના લગભગ ર3 જેટલા ગામો પ્રભાવિત થવાની સંભાવના છે અને આ તમામ વિસ્‍તારોમાં લગભગ 1ર0થી 13પ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. આ ઉપરાંત દયિરાઈ સપાટીની ઊંચાઈમાં લગભગ 1.પ મીટરનો વધારો થવાની શકયતા છે. જિલ્‍લા વહીવટી તંત્ર ઘ્‍વારા લગભગ 4 લાખ લોકોને એસએમએસના માઘ્‍યમથી જાણ કરવામાં આવી છે. રાજય સરકાર તરફથી આવા સમયમાં અમરેલી જિલ્‍લાને એનડીઆરએફની 4 ટીમો અને આર્મીની 6 ટીમો સહાયકરશે. વીજ થાંભલા અને રોડ-રસ્‍તાની દેખરેખ માટે પીજીવીસીએલ અને આર એન્‍ડ બી ઘ્‍વારા ટીમ બનાવાય છે. જિલ્‍લાની શાળઓમાં તા. 1ર અને તા. 13નાં રજા જાહેર કરવામાં આવી છે. તેમજ આ વિસ્‍તારમાં તંત્ર ઘ્‍વારા અનાજના પુરતા જથ્‍થાની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત જીએસઆરટીસીની 60 જેટલી બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી છે.

આ તકે જિલ્‍લા વિકાસ અધિકારી સી.એમ. પાડલીયાએ જણાવ્‍યું હતું કે, આરોગ્‍ય ખાતા ઘ્‍વારા વિવિધ જગ્‍યાએ એમ્‍બ્‍યુલન્‍સની વ્‍યવસ્‍થા કરવામાં આવશે. તમામ દરિયાઈકાંઠા વિસ્‍તારમાં શેલ્‍ટરની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવશે અને આ શેલ્‍ટરોમાં મેડિકલ ટીમોને તૈયાર રાખવામાં આવશે. સગર્ભા મહિલાઓની ખાસ કાળજી લેવા માટે દરેક આંગણવાડી બહેનોને સૂચના આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્‍લા વહીવટીતંત્રે જાહેર જનતાને કેટલાક તકેદારીનાં પગલાં લેવા અનુરોધ કર્યો છે.

error: Content is protected !!