સમાચાર

સાવરકુંડલામાં ર0 દિવસ પહેલા વેપારીને માર મારી લૂંટ ચલાવનાર ર શખ્‍સોને પોલીસે ઝડપી લીધા

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સુચનાથી ક્રાઈમ બ્રાન્‍ચનો સપાટો

સાવરકુંડલામાં ર0 દિવસ પહેલા વેપારીને માર મારી લૂંટ ચલાવનાર ર શખ્‍સોને પોલીસે ઝડપી લીધા

રૂપિયા રપ હજાર રોકડા અને બાઈક કબ્‍જે કરવામાં આવ્‍યા

અમરેલી, તા. 11

ગઈ તા. ર0/પ/19નાં રોજ સાવરકુંડલા શહેરમાં પાન-બીડી, સોપારીની હોલસેલ દુકાન ધરાવતા અશોકભાઈ મોહનભાઈ છાંટબાર (ઉ.વ. 63) રહે. સાવરકુંડલા ફ્રેન્‍ડ સોસાયટીવાળા પોતાની દુકાનના વેપારના રૂા. 1 લાખ ભરેલ થેલો પોતાના એકટીવાના આગળના ભાગે રાખી દુકાનેથી ઘર તરફ જતાં હતા તે વખતે રાત્રીના આશરે નવેક વાગ્‍યે ગર્લ્‍સ સ્‍કૂલના રોડ પાસે પહોંચતા બે અજાણ્‍યા રરથી ર4 વર્ષની ઉંમરના ઈસમોએ તેમના એકટીવાની પાછળની બાજુએ મોટર સાયકલ ભટકાવેલ અને પછી મોટર સાયકલ પાછળ બેસેલ ઈસમે તેમને માથાના ભાગે લાકડીનો ઘા મારી દીધેલ અને રૂા. 1 લાખ ભરેલ થેલાની લૂંટ કરી નાસી ગયેલ. જે અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં. 37/ર019, ઈપીકો કલમ 394, 114, જીપી એકટ કલમ 13પ મુજબનો ગુન્‍હો રજી. થયેલ હતો.

અમરેલીપોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે સદરહું વણશોધાયેલ ગુન્‍હાની વિગતોનો જીણવટભરી રીતે અભ્‍યાસ કરી ગુન્‍હો ડીટેકટ કરી આરોપીઓ પકડી પાડવા અમરેલી એલસીબી ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર ડી.કે. વાઘેલા તથા એલસીબી ટીમને જરૂરી સુચના આપેલ હોય. ઈન્‍ચાર્જ પોલીસ અધિક્ષક એમ.એસ. રાણાનાં માર્ગદર્શન તળે અમરેલી એલસીબીએ ચોકકસ બાતમી મેળવી વોચ ગોઠવી બે આરોપીઓને લૂંટની રોકડ રકમ તથા લૂંટ કરવા માટે વપરાયેલ મોટર સાયકલ સાથે પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓમાં અમન ઈકબાલભાઈ પરમાર (ઉ.વ. ર0) રહે. સાવરકુંડલા, જૂના બસ સ્‍ટેન્‍ડ પાસે, પઠાણ શેરી, આફતાબ અનુભાઈ ઉર્ફે અનવરભાઈ કુરેશી (ઉ.વ. ર1) રહે. સાવરકુંડલા, જુના બસસ્‍ટેન્‍ડ પાસે, પઠાણ શેરી.

મળી આવેલ મુદામાલમાં લૂંટનાં મુદામાલના રોકડા રપ હજાર તથા લૂંટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ હીરો સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ રજી. નંબર જી.જે.-14 એઈ 1ર63 કિંમત રૂા. ર0 હજાર મળી કુલ કિંમત રૂા. 4પ હજારનો મુદામલ.

પકડાયેલ આરોપીઓ તથા મુદામાલ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે અને વણશોધાયેલ લૂંટનો ભેદ ઉકેલવામાં અમરેલી એલસીબીએ સફળતા મેળવેલ છે.

error: Content is protected !!