સમાચાર

અમરેલી પાલિકામાં હવે ભાજપનું શાસન

કોંગ્રેસનાં 1પ નગરસેવકોએ કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ મેળવ્‍યા બાદ

અમરેલી પાલિકામાં હવે ભાજપનું શાસન

કોંગી નગરસેવક સંદિપ ધાનાણીએ પક્ષાંતર ધારા હેઠળ કરેલી અરજી રદ કરવામાં આવી

અમરેલી, તા. 11

અમરેલી પાલિકામાં બળવો કરનાર 1પ કોંગી નગરસેવકોનું સભ્‍યપદ યથાવત રહેતાં પાલિકામાં હવે સત્તાવાર રીતે ભાજપનું શાસન સ્‍થપાયું છે.

વિગત એવા પ્રકારની છે કે, આજથી એક વર્ષ પહેલાં પ્રમુખપદની યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસપક્ષનાં 1પ નગરસેવકોએ પક્ષનાં આદેશની અવગણનાં કરીને ભાજપનાં સહયોગથી પાલિકાનાં શાસન પર કબ્‍જો મેળવી લીધો હતો.

બાદમાં કોંગી નગરસેવક સંદિપ ધાનાણીએ 1પ કોંગી               બળવાખોર નગરસેવકો વિરૂઘ્‍ધ પક્ષાંતર ધારા હેઠળ ફરિયાદ દાખલ કરતાં સક્ષમ અધિકારી ઘ્‍વારા કોંગી નગરસેવકની અરજી નામંજુર કરવામાં આવી હતી.

જાહેર થયેલ હુકમમાં જણાવેલ છે કે, અરજદારસંદિપકુમાર બાવચંદભાઈ ધાનાણી, કાઉન્‍સિલર અમરેલી નગરપાલિકા અત્રે દાખલ થયેલ વિવાદ અરજી નં. 6/ર018 ગુજરાતનો પક્ષાંતર બદલ સ્‍થાનિક સત્તા મંડળોનાં સભ્‍યોને ગેરલાયક ઠરાવવાની જોગવાઈ કરતી અધિનિયમ 1986 અને તે હેઠળ બનાવવામાં આવેલ નિયમો 1987ના નિયમ (8) ની જોગવાઈ અન્‍વયે સામાવાળા ક્રમ (1) પ્રિતીબેન શૈલેષભાઈ રૂપારેલ (ર) કોમલબેન સંજયભાઈ રામાણી, (3) અલકાબેન ગોંડલીયા (4) માધવીબેન રાજનભાઈ જાની (પ) પ્રવિણભાઈ ભુરાભાઈ માંડાણી (6) જેન્‍તિભાઈ મોહનભાઈ રાણવા (7) નટુભાઈ મોહનભાઈ સોજીત્રા (8) પ્રકાશભાઈ રણછોડભાઈ કાબરીયા (9) નવાબ અઝીજભાઈ ગોરી (10) જયશ્રીબેન વાલજીભાઈ ડાબસરા (11) મૌલીક જયેશભાઈ ઉપાઘ્‍યાય (1ર) પંકજભાઈ ધીરૂભાઈ રોકડ (13) હિરેશનભાઈ ભીખાભા સોજીત્રા (14) શકીલભાઈ રફીકભાઈ સૈયદ (1પ) કંચનબેન રમેશભાઈ વાઘેલા ને અમરેલી નગરપાલિકાના સભ્‍ય તરીકે ગેરલાયક ઠરાવવાની અને તેઓ વિરૂઘ્‍ધ કાયદેસરના પગલા લેવા અંગેની અરજી ભનામંજુરભ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવેલ છે.

error: Content is protected !!