સમાચાર

કેન્‍દ્રીય મંત્રી રૂપાલા, ઈફકોનાં વાઈસ ચેરમેન સંઘાણી, સાંસદ કાછડીયાનો ટીફીન બેઠક સાથે સન્‍માન સમારોહ

અમરેલી ખાતે 16મી જૂન રવિવારનાં રોજ

કેન્‍દ્રીય મંત્રી રૂપાલા, ઈફકોનાં વાઈસ ચેરમેન સંઘાણી, સાંસદ કાછડીયાનો ટીફીન બેઠક સાથે સન્‍માન સમારોહ

દેશમાં ટીફીન સાથે પ્રથમ વખત સન્‍માન સમારોહ યોજાશે, જે ઐતિહાસિક ઘટના બનશે

અમરેલી, તા.11

અમરેલી જિલ્‍લાના પનોતાપુત્ર અને ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય ઉપાઘ્‍યક્ષ પરશોતમભાઈ રૂપાલાની ફરીથી દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનાં નેતૃત્‍વ હેઠળની કેન્‍દ્ર સરકારમાં બીજી વખત મંત્રી તરીકે સ્‍થાન મળતા તેમજ રાષ્‍ટ્રીય સહકારી આગેવાન ગુજકોમાશોલના ચેરમેન અનેદેશની સૌથી મોટી સંસ્‍થા ઈન્‍ડીયન ફાર્મર ફર્ટીલાઈજરના વાઈસ ચેરમેન તરીકે નિમણુંક થયેલા દીલીપભાઈ સંઘાણી તેમજ અમરેલી જિલ્‍લાનાં સાંસદ તરીકે ત્રીજી ટર્મ માટે ચુંટાયેલા નારણભાઈ કાછડીયાનો સન્‍માન સમારોહ અમરેલી જિલ્‍લા ભાજપ પરીવાર દ્વારા યોજાશે. તેમ અમરેલી અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા અને જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ જણાવ્‍યં છે.

તા. 1પ જુનના રોજ સવારે 10 કલાકે અમરેલી ખાતે જેશીંગપરા પુલ પાસે રામાણીની વાડી ખાતે ટીફીન બેઠક સાથે સન્‍માન સમારોહ યોજાશે. ટીફીન બેઠકની શરૂઆત કરનાર અને ટીફીન બેઠકનો રાહ બતાવનાર રૂપાલાનું સન્‍માન કાર્યકર્તા ટીફીન બેઠક સાથે કરશે. અમરેલી સંસદીય ક્ષેત્રનાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં હાજર રહેશે.

આ કાર્યક્રમમાં પૂર્વ કૃષિમંત્રી અને લોકસભા સીટના ઈન્‍ચાર્જ વી.વી. વઘાસીયા, જિલ્‍લા ભાજપ પ્રભારી જયંતીભાઈ કવાડીયા, ભરતભાઈ ગાજીપરા, ગારીયાધારના ધારાસભ્‍ય કેશુભાઈ નાકરાણી, મહુવાના ધારાસભ્‍ય આર.સી. મકવાણા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્‍ય બાલુભાઈ તંતી, કાળુભાઈ વીરાણી, મનસુખભાઈ ભુવા, બાવકુભાઈ ઉંધાડ, વાલજીભાઈ ખોખરીયા, હનુભાઈ ધોરાજીયા ઉપસ્‍થિત રહેશે. જયારે જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ દીનેશભાઈ પોપટ, પ્રાગજીભાઈ હીરપરા, શરદભાઈલાખાણી, ડો. ભરતભાઈ કાનાબાર, મનસુખભાઈ સુખડીયા, જિલ્‍લા ભાજપના મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા, જયારે ટીમ સહકારનાં અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા,  જિલ્‍લા સહકારી સંઘનાં મનિષ સંઘાણી, જિલ્‍લા ખ.વે. સંઘનાં ચેરમેન જયંતીભાઈ પાનસુરીયા હાજર રહેશે. અમરેલી જિલ્‍લાનાં ભાજપના તમામ કાર્યકર્તાઓ, સહકારી સંસ્‍થાઓનાં પદાધીકારીઓ, અને ભાજપના શુભેચ્‍છકોને ટીફીન બેઠકમાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવે છે. તેમ જિલ્‍લા ભાજપ કાર્યાલયની અખબાર યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!