સમાચાર

ફાયનાન્‍સીયલ ઈન્‍કલુઝન એન્‍ડ કો-ઓપરેટીવ બેંક વિષયાંતરીત દિલીપ સંઘાણીનું માર્ગદર્શન

ગુરૂગ્રામ ખાતે ઈન્‍ટરનેશનલ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ કો-ઓપરેટીવ વર્કશોપ

ફાયનાન્‍સીયલ ઈન્‍કલુઝન એન્‍ડ કો-ઓપરેટીવ બેંક વિષયાંતરીત દિલીપ સંઘાણીનું માર્ગદર્શન

લક્ષ્મણરાવ ઈનામદાર નેશનલ એકેડમી ફોર કો-ઓપરેટીવ રીસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ અને એન.સી.ડી.સી. દ્વારા આયોજન

અમરેલી, તા.11

વિશ્‍વ બેંકના માર્ગદર્શન અને ઈક્ષ્મણરાવ ઈમાનદાર નેશનલ એકેડમી ફોર કો-ઓપરેટીવ રીસર્ચ એન્‍ડ ડેવલપમેંન્‍ટ, એન.સી.ડી.સી. દ્વારા આયોજીત ગુરૂગ્રામ-દિલ્‍હી ખાતે ચાલતા ઈન્‍ટરનેશનલ પ્રોગ્રામ ડીઝાસ્‍ટર રીસ્‍ક મેનેજમેંન્‍ટ મેઈન સ્‍કીનીંગ એન્‍ડ કો-ઓપરેટીવ ડેવલપમેંન્‍ટ વર્કશોપમા ‘ફાયનાન્‍સીયલ ઈન્‍કલુઝન એન્‍ડ કો.-ઓપરેટીવ બેંક’ વિષય આધારીત સ્‍વાનુભાવિક માર્ગદર્શન રાષ્‍ટ્રિય સહકારીઅગ્રણી-પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીએ આપ્‍યુ હતુ.

વિશ્‍વ બેંકના આર્થીક સહયોગ તળે યોજાયેલ આ વર્કશોપમા સહકારી માળખાની પારંગત સેવાઓ પુરી પાડવાના હેતુ સભર સહકારી ક્ષેત્રના કામો અને પડકારોને પહોચી વળવાની ક્ષમતા અને સક્ષમતા ઉપર ભાર મૂકતા વધુમા જણાવેલ કે, આ ક્ષેત્ર પાસે દેશ-દૂનિયા ખુબ મોટી આશા રાખી રહેલ છે તેવા સમયે સહકારી ક્ષેત્ર વધુ લોકપયોગી અને દિશાદર્શન આપતુ બને તે દિશામા નિરંતર કામ કરતા રહેવા જણાવેલ જેમા તાલીમ, જાગરૂકતા, મુલ્‍યાંકન અને ફાયનાન્‍સ સીસ્‍ટમ આધારીત વિષયોજીત ચર્ચા પ્રમુખસ્‍થાને રહેલ.

સંઘાણીએ જણાવેલ કે સહકારી માળખુ વિકાસનો એક હિસ્‍સો છે તેને વધુ મજબુત બનાવવા માટે તેમજ તેના આધુનિકરણ સાથે દેશના દુરના ગામોમાં નાણાકીય વ્‍યવહારોની સરળતા લાવવાનું લક્ષ્ય રાખવુ હોય તો સહકારી બેન્‍કીંગ મારફતે કોમ્‍પ્‍યુટરાઈઝેશન સહકારી મોડલને આધુનિક બેંકીંગ એકમો તરીકે મજબુત બનાવવા અને ફાયનાન્‍સીયલ સીસ્‍ટમ અસરકારક બનાવવા વ્‍યકતવ્‍ય દરમ્‍યાન સંઘાણીએ જણાવેલ તેમ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયેલ છે.

error: Content is protected !!