સમાચાર

જાફરાબાદનાં દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડાનાં કારણે 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું

વાવાઝોડાનાં પગલે સમગ્ર વહીવટી તંત્ર સક્રિય બન્‍યું

જાફરાબાદનાં દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડાનાં કારણે 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું

એક હજાર કરતાં પણ વધારે બોટને દરિયાકાંઠે લાંગરી દેવાઈ

જાફરાબાદ, તા.11

જાફરાબાદના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ લાગ્‍યું છે અને 1000થી વધુ બોટ દરિયાકાંઠે લાંગરી દેવાઈ છે.

અરબી સમુદ્રમાં વાવાઝોડા લો પ્રેશરના લીધે આગાહીઓ થઈ છે. ત્‍યારે જાફરાબાદ અને પીપાવાવના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ દેવામાં આવ્‍યું છે. 1000 કરતા વધુ બોટો દરિયાકિનારે લાંગરી દેવામાં આવી છે.

આમ તો બીજ પછી માછીમારો માછીમારી બંધ કરી વતનમાં આવી જતા હોય છે. બાદમાં ભાદરવી અમાસના દિવસો પછી માછીમારી શરૂ કરતા હોય છે. મોટાભાગની બોટો આવી ગઈ છે. પણ આ આગાહીના પગલે 100 જેટલી પણ કાંઠે આવી ગઈ છે.

વાવાઝોડાના પગલે ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ મામલતદાર સહિતનો સ્‍ટાફને સૂચનાઓ મળી છે હાલ તંત્ર ખડેપગે છે.

error: Content is protected !!