સમાચાર

અમરેલીમાં નદીકાંઠાનો માર્ગ એટલે તોબા… તોબા…

પાલિકા અને માર્ગ-મકાન વિભાગની લડાઈવચ્‍ચે

અમરેલીમાં નદીકાંઠાનો માર્ગ એટલે તોબા… તોબા…

દિવસ-રાત સેંકડોની સંખ્‍યામાં વાહનોની અવર-જવર છતાં તંત્ર નિંદ્રાધીન

બિસ્‍માર માર્ગ અને ગંદા પાણીનાં ભરાવાથી વાહન ચલાવવું અતિ મુશ્‍કેલ

અમરેલી, તા. 11

અમરેલી શહેરનાં નદી કાંઠાનો માર્ગ છેલ્‍લા ઘણા મહિનાઓથી બિસ્‍માર બન્‍યો હોય દરરોજ સેંકડો વાહનચાલકો પરેશાન થતાં હોય છતાં પણ તંત્ર ઘ્‍વારા માર્ગની મરામત કરવામાં આવતી નથી.

નદીકાંઠે આવેલ સોમનાથ મંદિરથી સ્‍વામી નારાયણ મંદિર સુધીનો ર00 મીટરનો માર્ગ અતિ ભયજનક બન્‍યો છે. માર્ગ પર 4થી પ ફૂટનાં ગાબડા અને બેફામ ગંદકી અને ધુળનાં ઢગલાથી શહેરનાં પ્રવેશદ્વાર સમાન માર્ગથી શહેરની આબરૂ ધુળધાણી થઈ રહી છે.

મીડિયાજગતમાં અનેક વખત અહેવાલ પ્રસિઘ્‍ધ થયા છતાં પણ તંત્રને કાંઈ પડી નથી. સ્‍થાનિક આગેવાનો પણ માયકાંગલા સાબિત થઈ રહૃાા છે.

એકપણ ધારાસભ્‍ય કે નગરસેવક આ પ્રશ્‍ને રજુઆત કરતાં નથી. નિંભરતાનું ઉત્તમ ઉદાહરણ બીજુ શું હોય શકે તેવો પ્રશ્‍ન ઉપસ્‍થિત થયો છે.

error: Content is protected !!