સમાચાર

અમરેલી ખાતે ભુવા પરિવારનું સ્‍નેહમિલન અને વિદ્યાર્થી સન્‍માન કાર્યક્રમ યોજાયો

પૂર્વ ધારાસભ્‍ય સહિતનાં પરિવારનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા

અમરેલી, તા. 11

અમરેલી ખાતે લેઉવા પટેલ ભુવા પરિવારનું પ્રથમ સ્‍નેહમિલન યોજાયું. દિનેશભાઈ ભુવાનાં પરિવાર મંડળનાં વિચારને લેઉવા પટેલ સમાજનાં અગ્રણી, શીતલ આઈસ્‍ક્રીમ પરિવારના મોભી અને ભુવા પરિવારનાં અગ્રણી દકુભાઈ ભુવાનાં સહકાર, પ્રેરણા અને પ્રોત્‍સાહનથી આજ પરિવારનાં યુવા અગ્રણી અને શીતલ ઈન્‍ડસ્‍ટ્રીઝનાં ડીરેકટર દીનેશભાઈ દકુભાઈ ભુવાની પ્રમુખ તરીકેની વરણી સાથે તા.9-6-19 નાં રોજ ગાર્ડન રેસ્‍ટોરન્‍ટ, અમરેલી ખાતે ભુવા પરિવારનાં નિમંત્રિત મહાનુભાવો મનસુખભાઈ ભુવા, પૂર્વ ધારાસભ્‍ય, ખોડાભાઈ ભુવા-ધારી, નરેશભાઈ ભુવા-ખીચા, મુકેશભાઈ ભુવા-બગસરા, નીરધરભાઈ ભુવા કુળદેવી સ્‍થાનક મંડળ પ્રમુખ અને સલાહાર, સમિતિનાં સભ્‍યો તેમજ અમરેલીમાં વસતા આ પરિવારનાં 40 કુટુંબીનાં પરિવારજનોનો પ્રથમ સ્‍નેહ મિલન અને વિદ્યાર્થી સન્‍માન સમારોહ આયોજીત થયો.

સ્‍વાગત પ્રવચન મંડળનાં પ્રમુખ દીનેશભાઈ દકુભાઈ ભુવાએ કરતાં દર વર્ષે આવો મિલન સમારંભ યોજવાની ઈચ્‍છાવ્‍યકત કરેલ. મહેમાનોનાં પુષ્‍પગુચ્‍છથી કારોબારી સમિતિનાં સભ્‍યોનાં હસ્‍તે સ્‍વાગત બાદ નિમંત્રિત મહેમાનોએ પ્રાસંગિક ઉદ્યબોધનમાં આ પ્રથમ મિલનનાં આવા સફળ આયોજન બદલ પરિવાર મંડળની રચનાનાં વિચાર અને નિયુકત હોદ્યેદારોને અભિનંદન આપતાં સંગઠનની જરૂર પર ભાર મૂકી સૌને સંગઠીત થઈ પરિવાર મંડળનાં સહયોગી થવા અનુરોધ કરેલ હતો.

નિમંત્રિત મહેમાનોનાં વરદ્ય હસ્‍તે પૂર્વ પ્રાથમિકથી ઉચ્‍ચ ડીગ્રી પ્રાપ્‍ત કરતાં વિદ્યાર્થી ભાઈ-બહેનોને પુરસ્‍કૃત કરાયા. જયારે ભુવા પરિવારની તમામ કુટુંબોની એકત્રિત કરેલ માહિતી(વસતિપત્ર)ની આધારે તૈયાર કરાયેલ કુટુંબ પરિવારની માહિતી પુસ્‍તિકા દરેક કુટુંબને વ્‍યકિતગત પરિવાર સાથે મંચ પર બોલાવી મંડળનાં હોદ્યેદાર અને કારોબારી સભ્‍યનાં હસ્‍તે પુસ્‍તિકા વિતરણ કરવામાં આવેલ. આવતા વરસે વિદ્યાર્થી સન્‍માન કીટનાં દાતા તરીકે મહેન્‍દ્રભાઈ જીવરાજભાઈ ભુવાએ અનુદાન મળવાની જાહેરાત કરેલ હતી, જયારે દરેક પરિવાર વાર્ષિક ફી ભરી, મંડળના સભ્‍ય તરીકે જોડાયા હતા. આભારવિધિ મંડળનાં ઉપપ્રમુખ ડો. કૌશિકભાઈ ભુવાએ કરેલ, જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમરેલીના જાણીતા ઉદ્યઘોષક શરદભાઈ વ્‍યાસે સંભાળેલ. કાર્યક્રમને સફળ બનાવવા કારોબારી સભ્‍યો (1) દીનેશભાઈ ભુવા (ર) કૌશિકભાઈ વલ્‍લભભાઈ ભુવા (3) મેહુલભાઈ જયંતીભાઈભુવા (4) પિયુષભાઈ ધીરુભાઈ ભુવા (પ) વિશાલભાઈ પ્રવિણભાઈ ભુવા (6) હિરેનભાઈ બાબુભાઈ ભુવા (7) દીનેશભાઈ ભીખાભાઈ ભુવા (8) ભાવેશભાઈ મગનભાઈ ભુવા (9) ભૌતિકભાઈ ડાયાભાઈ ભુવા (10) દકુભાઈ લાલજીભાઈ ભુવા (11) ડેનિશભાઈ મહેન્‍દ્રભાઈ ભુવા અને સલાહકાર સમિતિનાં સભ્‍યો (1) દકુભાઈ જીવરાજભાઈ ભુવા (ર) ભીખાભાઈ મેઘજીભાઈ ભુવા (3) મહેન્‍દ્રભાઈ રવજીભાઈ ભુવા (4) વિઠ્ઠલભાઈ રવજીભાઈ ભુવા (પ) રમણિકભાઈ ગોબરભાઈ ભુવા (6) ઠાકરશીભાઈ જીવરાજભાઈ ભુવાએ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!