સમાચાર

રાજુલા-જાફરાબાદનાં ર3 ગામોમાં વાવાઝોડાનાં કારણે હાઈ એલર્ટ  

સમગ્ર ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાને કારણે સમગ્ર સરકારી તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવાના જાહેર કરેલ છે. જેમાં આજે અમરેલી જિલ્‍લા કલેકટર દ્વારા રાજુલા-જાફરાબાદના ર3 ગામોમાં રાજુલા-13 ગામો અને જાફરાબાદના દરિયા કિનારાના 10 ગામોને હાઈ એલર્ટ રહેવા અને વાવાઝોડા દરમિયાન સૌને સલામત સ્‍થળે ખસી જવા તમામ ગામોના સરપંચોને અને તલાટી કમ મંત્રીઓને જાણકારી આપી દેવામાં આવેલ છે. તેમજ જાફરાબાદ અને શિયાળબેટ તથા માછીમારી કરતા તમામ માછીમાર ભાઈઓને પોત પોતાની બોટ લઈને માછીમારી કરવા ગયેલ હતા તેવા તમામ માછીમારોને એલર્ટ કરીને તમામ બોટોને કિનારે લાંગરી દેવા અનેદરિયામાંથી સૌ પોત પોતાના ગામોમાં આવી જવા જેવા તકેદારીના પગલાઓ અમરેલી જિલ્‍લા કલેકટર દ્વારા ભરવામાં આવેલ છે. તથા રાજુલા-જાફરાબાદના દરિયા કિનારાઓના ગામોમાં શાળાઓમાં 1ર અને 13 તારીખની રજા જાહેર કરી દેવામાં આવેલ છે. તેમજ રાજુલા જાફરાબાદના જે ર3 ગામોને એલર્ટ રહેવા જણાવેલ છે તેમાં રાજુલા તાલુકાના કોવાયા, ભેરાઈ, રામપરા-ર, નિંગાળા-1, પીપાવાવ, વિસળીયા, કથીવદર, દાતરડી, સમઢીયાળા-1, પટવા, ખેરા, ચાંચબંદર, વીકટર વિગેરે ગામોની કુલ વસ્‍તી 38,138 તેમજ જાફરાબાદ તાલુકાના 10 ગામની વસ્‍તી પ9,ર97ની વસ્‍તી છે. જેના ગામોને એલર્ટ રહેવા જણાવેલ છે તેવા ગામોમાં જાફરાબાદ શહેર, ભાકોદર, વારહસ્‍વરૂપ, બાબરકોટ, વઢેરા, કડીયાળી, બલાણા, રોહિસા, ધારાબંદર અને શિયાળબેટ વિગેરે ગામોનો સમાવેશ થાય છે. જેમાં શિયાળબેટ ગામ તો સમુદ્રની વચ્‍ચોવચ્‍ચ આવેલ હોય આ અંગે જાફરાબાદ મામલતદાર કચેરીનો સંપર્ક કરતા તેઓએ શિયાળબેટ ગામે 7 જણાની ટીમો મોકલવામાં આવેલ છે. તેમજ ત્‍યાં આવેલ પ્રાથમિક શાળા તેમજ માઘ્‍યમિક શાળાઓમાં લોકોને આશ્રય આપવા માટે ખોલી દેવામાં આવેલ છે. આ ઉપરાંત પીપાવાવ પોર્ટમાંથી જાણવા મળતી વિગત મુજબ પીપાવાવ પોર્ટમાં રાત્રીના 11 વાગ્‍યા બાદ જેટી ઉપરનું ઓપરેશન કામ બંધ કરીદેવામાં આવશે. ઉપરાંત ધીમે ધીમે યાર્ડ અને બીજા વિસ્‍તારો પણ બંધ કરી દેવામાં આવશે તેવું જણાવવામાં આવેલ છે. આ ઉપરાંત રાજુલા-જાફરાબાદ તાલુકાઓમાં અમરેલી ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ દ્વારા એનડીઆરએફની ટીમો તેમજ વિવિધ વિભાગોના લોકોને એલર્ટ કરી દેવામાં આવેલ છે. ઉપરાંત એનડીઆરએફને ટીમો દરિયા કિનારાઓ ઉપર તહેનાત કરી દેવામાં આવી હોવાનું જાણવા         મળેલ છે.

error: Content is protected !!