સમાચાર

અમરેલીની નવનિર્મિત મેડિકલ કોલેજને પ્રારંભે જ દેહદાન મળતા હાશકારો

સાવલિયા પરિવારે વતનનું ઋણ ચૂકવ્‍યું

અમરેલીની નવનિર્મિત મેડિકલ કોલેજને પ્રારંભે જ દેહદાન મળતા હાશકારો

દીતલા ગામનાં હાલ સુરત સ્‍થાયી થયેલ પરિવારનું પ્રેરણાદાયી કાર્ય

અમરેલી, તા.11

અમરેલીમાં આગામી થોડા દિવસો બાદ શાંતાબા મેડિકલનો પ્રારંભ થઈ રહયો છે. તેવા જ સમયે ચલાલા નજીક આવેલ દીતલા ગામના અને હાલ સુરત સ્‍થાયી થયેલ સાવલિયા પરિવારે કુટુંબના મોભીનું અવસાન થયા બાદ ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય કર્યો છે.

વિગત એવા પ્રકારની છે કે લાલજીભાઈ જીવરાજભાઈ સાવલિયા (ઉ.વ.8પ)નું તાજેતરમાં નિધન થતાં તેમના પરિવારે અમરેલીની મેડિકલ કોલેજ માટે તેઓનું દેહદાન અને ચક્ષુદાન કરતાં સાવલિયા પરિવારના પ્રેરણાદાયી કાર્યની પ્રશંસા થઈ રહી છે.

error: Content is protected !!