Amreli Express

Daily News Papers

સમાચાર

ભારત રત્‍ન લત્તા મંગેશકર ર્ેારા નરેન્‍દ્ર મોદીનાં માતા હીરાબાનું શાલ ઓઢાડીને સન્‍માન

ગાંધીનગર ખાતે નરેન્‍દ્રભાઈ મોદીનાં ઘરે સ્‍વરની દુનિયામાં જેમનું સર્વસ્‍વ સમર્પિત તેવા ભારત રત્‍ન લત્તા મંગેશકર ર્ેારા હિરાબાને પત્ર લખી નરેન્‍દ્રભાઈ મોદીનાં પ્રધાનમંત્રી બનવા બદલ શુભકામના પાઠવી હતી. લત્તાદીદીનાં મુખ્‍ય સહાયક મહેશભાઈ રાઠોડ ર્ેારા તે રૂબરૂ તેમનાં નિવાસ સ્‍થાને અર્પણ કરવામાં આવેલ હતું. જેમાં હીરાબાની તેમજ વડાપ્રધાનનાં ભાઈઓ પંકજભાઈ, પ્રહલાદભાઈ મોદી આ તકે ઉપસ્‍થિત રહૃાા હતા અને લત્તા મંગેશકર ર્ેારા તેમના માતાનું સન્‍માન થતાં ભાવવિભોર બન્‍યા હતા. દેશનાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ બીજીવાર બનતા, લત્તામંગેશકર ર્ેારા ખુશી વ્‍યકત કરી, તેમના પર્સનલ સહાયક મહેશભાઈ રાઠોડને ખાસ ગુજરાત મોકલી, નરેન્‍દ્ર મોદીનાં માતાનું સન્‍માન કરાયું હતું અને લત્તા મંગેશકરનો પત્ર માતા તથા પ્રહલાદભાઈ અને પંકજભાઈને અર્પણ કરાયો હતો, જે પ્રસંગે રાજુલા ઓમ ઈન્‍ટરનેશનલ સ્‍કૂલનાં આચાર્ય નિકુંજ પંડિત કિશોર સરવ્‍યા પણ અહીં આ તકે ઉપસ્‍થિત રહૃાા હતા, ત્‍યારે ભારત રત્‍ન એવા લત્તા મંગેશકર ર્ેારા નરેન્‍દ્રભાઈ મોદીનાં માતૃશ્રીનું સન્‍માન તેમના મુંબઈથી પધારેલા મહેશભાઈનાં હસ્‍તે થયું હતું અને હીરાબાનાં આશીર્વાદ લત્તા મંગેશકરનાં સહાયકે પણ લઈ સાંજે તેઓ મુંબઈ પરત ફર્યા હતા.

error: Content is protected !!