સમાચાર

અમરેલીનાં નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા વિશ્‍વ પર્યાવરણ દિવસની ઉજવણી

ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નહેરૂ યુવા કેન્‍દ્ર, અમરેલી દ્વારા કે.કે. પારેખ કોમર્સ કોલેજ અને શેઠશ્રી રામજીભાઈ પ્રાગજીભાઈ પઢીયાર બ્રહ્મખત્રી વિદ્યા ભારતી ભવન ખાતે બન્‍ને જગ્‍યા પર વિશ્‍વપર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે કે.કે. પારેખ કોમર્સ કોલેજના પ્રિન્‍સિપાલ ડો. શાહ અને એન.એન.એસ.ના પ્રોફેસર જે.એમ. તળાવીયા ઉપસ્‍થિત રહયા હતા. જેઓ દ્વારા યુવાનો સાથે પર્યાવરણ બચાવવા માટે લેવાતા પગલા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્‍યારબાદ મહેમાનો અને યુવાનો સાથે મળી અને કે.કે. પારેખ કોમર્સ કોલેજના પટાંગણ તેમજ શેઠશ્રી રામજીભાઈ પ્રાગજીભાઈ પઢીયાર બ્રહ્મખત્રી વિદ્યા ભારતી ભવનના મેદાનમાં બન્‍ને જગ્‍યા પર વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્‍યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નહેરૂ યુવા કેન્‍દ્ર, અમરેલીના જિલ્‍લા યુવા સંયોજક (વર્ગ-1) રમેશ આર. કપુરના માર્ગદર્શન હેઠળ ભાર્ગવ ત્રિવેદી, જયદીપ જાદવ, સાગર મહેતા, આશિષ જાદવ, જેઠવા પ્રિન્‍સ વગેરે યુવાઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવાઈ હતી.

error: Content is protected !!