સમાચાર

દામનગરનાં કથિત બગીચા કૌભાંડમાં ભીનું સંકેલાયુ ?

લાખો રૂપિયાનાં કથિત કૌભાંડની તપાસ આગળ વધતી નથી

દામનગરનાં કથિત બગીચા કૌભાંડમાં ભીનું સંકેલાયુ ?

બગીચાનાં રીનોવેશનમાં રૂપિયા 71 લાખનો ખર્ચ કરવામાં આવ્‍યો છતાં પણ બગીચા જેવું કંઈ જોવા મળતું નથી

બેન્‍કનાં નિવૃત્ત કર્મચારીએ 1પજૂનથી તપાસની માંગ સાથે આંદોલન કરવાની ચીમકી આપી

દામનગર, તા. 6

દામનગર શહેરમાં સ્‍વર્ણિમ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ વિભાગ યોજના વર્ષ ર013/14 અંતર્ગત યુડીપી પ6 હેઠળ શહેરના ગારીયાધાર રોડ પર રૂપિયા 49.98 લાખના ખર્ચે બગીચો બનાવવા તા. 3/ર/1પમાં વર્ક ઓડર્સ અપાયો. આ બગીચો કામ કરતી એજન્‍સીએ 6 માસમાં પૂર્ણ કરવાનો હતો પણ આ બગીચો દામનગર નગરપાલિકા શાસકોએ કામ કરતી એજન્‍સીને બગીચો બન્‍યા વગર જ બીલો ચુકવી આપ્‍યા અને આ બગીચામાં વધુ નાણાં મેળવવા ખાનગી કલ્‍સટીંગ મેળવી માટી પુરાણના નામે સરકારમાં વધુ રૂપિયા રર લાખની દરખાસ્‍ત કરી. પહેલા 49.98 લાખ અને રર લાખ માટી પુરાણના મળી કુલ 71 લાખની નાણાંકીય ઉચાપત થઈ બગીચો બન્‍યા વગર જ નાણાં ચુકવી દેતા પાલિકાનાં શાસકો વિરૂઘ્‍ધ સમગ્ર કૌભાંડની એક નિવૃત બેન્‍ક કર્મી દેવચંદભાઈ અલગિયાએ તપાસ માંગતા સમગ્ર કૌભાંડ બહાર આવ્‍યું. નગરપાલિકા નિયામક અને શહેરી વિકાસ વિભાગ સુધી રજુઆત કરતા નિવૃત બેન્‍ક કર્મીની રજુઆતથી પ્રાદેશિક નિયામકે તપાસ રિપોર્ટ માંગ્‍યો તેમાં કેટલું મટીરીયલ્‍સ, આઈટમોનો ઉપયોગ, તેની કવોલીટી સહિતની વિગતો માંગતા પ્રાંત લાઠીએ તપાસ રિપોર્ટ પ્રાદેશિક નિયામક નગરપાલિકાને મોકલી અપાયો તેને એક વર્ષ કરતા વધુ સમય થવા છતાં કોઈકાર્યવાહી નહિ થતાં અંતે નિવૃત બેન્‍ક કર્મચારીએ પ્રાદેશિક નિયામક સહિત શહેરી વિકાસ વિભાગને ચેતવણી આપી. આ બગીચા કૌભાંડ અંગે જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે આગામી તા. 1પ/6નાં રોજ દામનગર નગરપાલિકા કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવા સબંધકર્તા તંત્રને જાણ કરી છે.

error: Content is protected !!