Amreli Express

Daily News Papers

સમાચાર

વાંકીયામાં પેથાણી પરિવાર દ્વારા યાત્રાળુઓનો સત્‍કાર સન્‍માન સમારોહ યોજાયો

 

અમરેલી તાલુકાના વાંકીયા ગામે વાંકીયાના ગામજનો રામદેવમંદિર ટ્રસ્‍ટના પ્રમુખ નનુભાઈ વેલજીભાઈ પેથાણી, ટ્રસ્‍ટી નાગજીભાઈપેથાણી, યુવા આગેવાનો ઝવેરભાઈ બરવાળીયા, દિલાભાઈ બરવાળીયા, પરશોતમભાઈ કથીરીયા, મહિલા મંડળના હંસાબેન પેથાણી વિગેરે ચાર ધામની યાત્રા પૂર્ણ કરીને આવતા વાંકીયાના અમદાવાદ સ્‍થિત ઔદ્યોગિક રત્‍ન તથા નિજાનંદ સેવા સંઘના પ્રમુખ તથા રામદેવ મંદિર નિર્માણ તથા પ્રવેશદ્વારના દાતા બાબુભાઈ પેથાણીની અઘ્‍યક્ષતામાં તથા સહયોગથી તમામ યાત્રાળુઓના સત્‍કાર, સન્‍માન, પ્રસાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે વાંકીયા ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ તથા માર્કેટયાર્ડ અમરેલીના પૂર્વ ડાયરેકટર લાભુભાઈ અકબરી, મંદિરના ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ કથીરીયા, ટ્રસ્‍ટી વાલજીભાઈ કથીરીયા, સેવા સહકારી મંડળીના પ્રમુખ ચતુરભાઈ રાદડીયા, પૂર્વ સરપંચ કનુભાઈ કાજાણી, યુવક મંડળના દેવશીભાઈ પેથાણી, વિઠ્ઠલભાઈ પેથાણી, કિશોરભાઈ કાનાણી, બાબુભાઈ રાદડીયા, ભરતભાઈ બાવીશી, પ્રફુલભાઈ પેથાણી, બાલુભાઈ પેથાણી, રામદેવ મંદિર ટ્રસ્‍ટના તમામ પદાધિકારીઓ, ગત-ગંગા, રામદેવ મહિલા મંડળના તમામ સભ્‍યોએ ધૂન, ભજન, કીર્તનના ભકિતમય માહોલમાં તમામ યાત્રાળુઓને સત્‍કાર્યા હતા.

error: Content is protected !!