સમાચાર

લાઠીનાં સંતોકબા મેડિકલ સેન્‍ટર ખાતે 16 જૂને કેન્‍સર રોગનો નિદાન કેમ્‍પ યોજાશે

જરૂરિયાતમંદોને લાભ લેવા અનુરોધ કરાયો

દામનગર, તા.6

લાઠી સંતોકબા મેડિકલ સેન્‍ટર લાલજીદાદાના વડલા ખાતે આગામી તા.16/6ને રવિવારના રોજ ગુજરાત કેન્‍સર એન્‍ડ રીસર્ચ ઈન્‍સ્‍ટીટયૂટ અમદાવાદના સહયોગથી નિષ્‍ણાંત કેન્‍સર હોસ્‍પિટલ એમ.પી. શાહ અમદાવાદથી સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડોકટર દ્વારા અદ્યતન સાધનોથી સુસજજ સંજીવની રથ દ્વારા કેન્‍સરના રોગનું નિદાન કરવામાં આવશે. આ અંગેનું રજિસ્‍ટ્રેશન રૂબરૂ અને ફોન પર સંતોકબા મેડિકલ સેન્‍ટર લાલજીદાદાના વડલા ખાતે ડો. હેમાલી હીરાણી મો. 99રપ1 43રરર અને 971ર1 000પપ બિપીનભાઈ ઠાકર સાથે સંપર્ક કરવા અનુરોધ છે. કેન્‍સર મટી શકે છે જેટલુંવહેલું નિદાન થાય તેટલી મટવાની શકયતા વધુ આ કેમ્‍પમાં વિના મૂલ્‍યે કેન્‍સર અંગે જાણકારી જાગૃતિ માર્ગદર્શન અપાશે આ નિદાન કેમ્‍પનો બહોળો પ્રચાર કરી સામાજિક સ્‍વૈચ્‍છિક ધાર્મિક સામાજિક રાજસ્‍વી બ્‍લોક હેલ્‍થ ગ્રામ્‍ય અગ્રણીઓ તમામ અધિકારીઓ સ્‍કૂલ કોલેજ સ્‍ટાફ વર્કર, આશા વર્કર, આંગણવાડી બહેનો, મંડળો, વિવિધ જ્ઞાતિ સંગઠનો, લેબર યુનિયનો, ખેડૂત ઉદ્યોગગૃહો, રત્‍ન કલાકારો સહિત તમામ સેકટરો, વેપારી મંડળો, ચેમ્‍બર ઓફ કોમર્સ, મીલ, જીન ઈન્‍ડસ્‍ટ્રીઝ, માર્કેટયાર્ડ, ખેત ઉત્‍પાદન બજારો, હુન્‍નર કૌશલ્‍ય, તાલીમ શાળાઓ, સરકારની તમામ કચેરીઓ, સહકારી મંડળીઓ સહિત દરેકે દરેક જગ્‍યાએ જાહેર પોસ્‍ટર, બેનર, પ્રચાર પ્રસાર કરી કરવી જરૂરિયાત મંદો લાભ લઈ શકે તે માટે જાહેર જનતા જોગ અનુરોધ કરાયો છે.

error: Content is protected !!