સમાચાર

કાળઝાળ ગરમીમાં સિંહ માર્ગ ઉપર બેસી જતાં ચક્કાજામ

ખાંભા-ધારી માર્ગ ઉપરની ઘટનાનું અનુમાન

કાળઝાળ ગરમીમાં સિંહ માર્ગ ઉપર બેસી જતાં ચક્કાજામ

વનરાજે સતત રપ મિનિટ સુધી માર્ગ ઉપર કર્યો આરામ

અમરેલી, તા. પ

અમરેલી જિલ્‍લામાં પડી રહેલ કાળઝાળ ગરમીનાં કારણે જંગલનો રાજા ગણાતો સિંહ પણ ગરમીનાં કારણે અકળાય ઉઠયા છે અને ગરમીનાં કારણે છાંયડાની શોધમાં એક સિંહ રોડ ઉપર બેસી જતાં બન્‍ને બાજુ રોડ ઉપર વાહનોની કતારો લાગી જવા પામી હતી બાદમાં વનરાજ ખેતર વિસ્‍તારમાં ચાલ્‍યો ગયો હતો જો કે આ બનાવ ખાંભા-ધારી માર્ગ વચ્‍ચે બન્‍યાનું અનુમાન છે.

સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં એક સિંહ કાળઝાળ ગરમીથી અકળાય ઉઠયા બાદ પાણીનીશોધમાં જાહેર માર્ગ ઉપર આવી અને ડુંગરની નિચે છાયડામાં બેસી ગયો હતો.

સિંહ રોડ ઉપર બેસી જતાં આ માર્ગ ઉપરથી પસાર થતાં વાહનોને ઉભું રહી જવું પડયું હતું આ વીડિયોમાં લગભગ રપ મિનિટ સુધી જાહેર માર્ગ ઉપર આરામ ફરમાવ્‍યા બાદ સિંહ ખેતરમાં જતાં રહેતાં બાદમાં વાહનચાલકો ત્‍યાંથી પસાર થઈ રહૃાાં હતા.

error: Content is protected !!