સમાચાર

અમરેલીમાં ખુલ્‍લી જગ્‍યામાં જુગાર રમતાં 7 પત્તાપ્રેમી ઝડપાયા

એસપીની સૂચનાથી એસઓજીનો સપાટો

અમરેલીનાં મિલન ટ્રાન્‍સપોર્ટની ખુલ્‍લી જગ્‍યામાં જુગાર રમતાં 7 પત્તાપ્રેમી ઝડપાયા

રૂપિયા 66800નો મુદ્યામાલ કબ્‍જે કરાયો

અમરેલી, તા. પ

એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્‍સ. આર. કે. કરમટા તથા એસ.ઓ.જી. ટીમ અમરેલી ટાઉન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન બાતમી રાહે હકિકત મળેલ કે મિલન ટ્રાન્‍સપોર્ટ ખુલ્‍લી જગ્‍યામાં અમુક ઈસમો જુગાર રમે છે, તેવી હકીકત મળતાં બાતમીમાં વર્ણન વાળી જગ્‍યાએ રેઈડ કરતા જાહેરમાં જુગાર રમતાં સાત ઈસમો (1) અમીન ઉર્ફે બેરો અબ્‍દુલભાઈ બીલખીયા (ર) સમીરભાઈ ઉર્ફે ભુરો અબ્‍દુલભાઈ બીલખીયા (3) હુસેનભાઈ હાજીભાઈ બીલખીયા (4) ઈલીયાસ ઉર્ફે જાફર હબીબભાઈ બીલખીયા (પ) અકરમ ઉર્ફે રાજુ નાસીરભાઈ ગાગદાણી (6) દાનીસભાઈ આરીફભાઈ બીલખીયા (7) હનીફભાઈ અબ્‍દુલભાઈ કચરા હે. બધા બટારવાડી, ચુનારાવાડનાં ડેલા પાસે, અમરેલી ટાઉન.

ઉપરોકત સાત આરોપીઓ પાસેથીરોકડ રૂા.16,800 તથા ગંજીપત્તાના પાના નંગ-પર તથા મોબાઈલ નંગ-03 કિ.રૂા.10,000 તથા એકટીવા મો.સા.નંગ-0ર કિ.રૂા.40,000/- કુલ કિ.રૂા.66,8000/- ના મુદ્યામાલ સાથે રેઈડ દરમ્‍યાન જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયેલ હોય તેની સામે ધોરણસર ફરિયાદ આપી અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં વધુ તપાસ અર્થે સોંપી આપવામાં આવેલ છે.

 

error: Content is protected !!