સમાચાર

સૂકી નદીમાં મીઠા પાણીનો વીરડો રાહદારીઓની તરસ બુઝાવે છે

ખાંભાનાં કોદીયા ગામે ખોડીયાર મંદિર પાછળની ઘટના

સૂકી નદીમાં મીઠા પાણીનો વીરડો રાહદારીઓની તરસ બુઝાવે છે

ખારા રણમાં મીઠી વીરડી સમાન ઘટનાનો સાક્ષાત્‍કાર થતો જોવા મળે છે

વન્‍ય પ્રાણીઓ માટે પણ ગામજનો દ્વારા પીવાના પાણીની સુંદર વ્‍યવસ્‍થા

ખાંભા, તા.પ

વર્તમાન કાળજાળ ઉનાળામાં નદી – નાળા સરોવર સુકા – ભઠ્ઠ થઈ કીકેટના મેદાન જેવા બની ગયા છે. ત્‍યારે ખાંભાના કોદીયા ગામે વીડી નજીક ખોડીયાર મંદિર પાછળ સુકી નદિમાં મીઠા પાણીનો વિરડો રાહદારીઓની તરસ છીપાવે છે.

ખાંભાથી કોદીયા વયા વનવિભાગની વીડી રોડ ઉપર આવેલ ખોડીયાર માતાજીના મંદિર નજીકથી પસાર થતી હાલ સુકી-ભઠ્ઠ સમી નદિમાં અચરજ પમાડે તેમ આસપાસની વાડીઓનાં કુવા-બોર ડંકી ગયા છે. એક પણ કુવામાં પાણીના તળ-તળીયે પહોંચ્‍યા છે. એક હોર્સ પાવરની મોટરમાં માંડ પા કલાક ચાલે તેવું 100 ફુટની ઉંડાઈએ પાણી પહોચ્‍યુંછે. ત્‍યારે ખોડીયાર મંદિરની પાછળ આવેલી સુકી-ભઠ્ઠ નદિના પટ્ટમાં જાણે કે ખારા રણમાં મીઠી વિરડી સમાન 1 ફુટ ઉંડા વીરડામાંથી ગમે તેટલા ખોવા ભરીને પાણી ભરો તો ખુટતું નથી.

જમીનથી માત્ર 10 ફુટ નીચી નદિમાં માત્ર 1 ફુટ ઉંડા વિરડામાંથી રાહદારીઓ પોતાની તરસ છીપાવે છે.

આસપાસ આવેલ જંગલ અને ઘાંસની વીડીમાં જંગલ ખાતા દ્વારા ઉંડા બોર કરાવી ડંકી મુકેલ હોવા છતાં બોરમાં પાણી ન હોવાથી અવેડા ખાલી રહેતા વન્‍ય પ્રાણીઓને પીવાના પાણીની સુવિદ્યા માટે આસ-પાસના ખેડૂતો દ્વારા કુંડીઓ ભરી જીવદયાનું ઉમદા ઉદાહરણ પાડેલ છે.

error: Content is protected !!