સમાચાર

બાબરામાં રમઝાન ઈદની શાનદાર ઉજવણી કરાઈ

બાબરામાં પવિત્ર રમઝાન માસમાં ઈદની ભવ્‍ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મુસ્‍લિમ ભાઈઓ-બહેનો દ્વારા એકબીજાના પરિવારને ઈદની મુબારક બાદ પાઠવી હતી. તેમજ હિન્‍દુ ભાઈઓ દ્વારા ઈદની શુભેચ્‍છા પાઠવી હતી. બાબરા શહેરમાં સવારે ઈદગાહ ખાતે તમામ મુસ્‍લિમ ભાઈઓ દ્વારા સામૂહિક નમાઝ અદા કરી બંદગી કરવામાં આવી હતી. મુલકમાં કાયમી કોમી એકતા ભાઈચારો બન્‍યો રહે તેવી દુવા કરેલ. તેમજ આગામી ચોમાસુ સારૂ રહે. ખૂબ વરસાદ થાય. જીવ માત્રનું કલ્‍યાણ થાય. તેવી સામૂહિક દુવા રમઝાન માસના પવિત્ર તહેવાર ઈદના દિવસે તમામ મુસ્‍લિમ ભાઈઓ દ્વારાકરવામાં આવી હતી.

error: Content is protected !!