સમાચાર

અમરેલી એસબીઆઈનાં કર્મવીર પી.જી. દોશી વય મર્યાદાથી નિવૃત્ત થયા

 

અમરેલીની એસબીઆઈ કૃષિ શાખાનાં કર્મચારી પી.જી. દોશી વય મર્યાદાના કારણે તા.31/પ/19ના રોજ સેવાનિવૃત થઈ રહયા હોઈ તા.ર6/પ/19ના રોજ તેમના તરફથી રાધિકા ગાર્ડન રેસ્‍ટોરન્‍ટ, અમરેલીમાં યોજાઈ ગયો. આ સમારોહમાં શાખાના મેનેજર વિજયકુમાર સીંગ, પી.પી. સોજીત્રા (નાગરિક બેન્‍ક, માર્કેટયાર્ડ અમરેલીના સ્‍વપ્‍નદ્રષ્‍ટા), અરૂણભાઈ પટેલ (વાઈ ચેરમેન એજેએમએસ, અમરેલી), યુનિયન લીડર ડી.કે. મહેતા, ડી.વી. સરવૈયા મંચસ્‍થ રહયા હતા. દરેક વકતાઓએ પી.જી. દોશીની બેદાગ અને પ્રમાણિકતા સભર સર્વિસ કાળની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમની વિદાયથી બેન્‍કને એક આદર્શ કર્મવીર અને એન્‍કરની ખોટ પડશે. તેમની બેન્‍ક તરફની વફાદારી, નિયમિતતા અને ગ્રાહકો સાથે સંબંધ રાખવાની ક્ષમતાને બિરદાવી હતી. ક્ષેત્રીય કાર્યાલય તરફથી પી.સી. શાહ તથા કૃષિ શાખા તરફથી સારીકાબેન વ્‍યાસ તથા સમગ્ર સ્‍ટાફે શુભેચ્‍છા પાઠવી હતી. આ સમારોહ જૈન સમાજના ટ્રસ્‍ટીગણ, જ્ઞાતિજનો, અમરેલી શહેરના નામાંકીત વેપારીઓ, અંગત મિત્રો, યમુના પાર્ક સોસાયટીના પાડોશીઓ, સગા-સંબંધીઓ તથા અમરેલી સ્‍થિત ક્ષેત્રીય કાર્યાલય તેમજ દરેક શાખાઓમાંથી કર્મચારીગણની હાજરીથી શોભાયમાન થયેલ.કાર્યક્રમનું સંચાલન મનોજભાઈ પંડયાએ કરેલ હતું. અંતમાં પી.જી. દોશીનો પ્રતિભાવ તથા આભાર વિધિ બાદ સૌ સાથે ડીનર લઈ કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો. જૈન ટ્રસ્‍ટી વસંતભાઈ, નરેશભાઈ, ભૂપેનભાઈ તથા રસીકભાઈ શાહ, વેપારી સમાજમાંથી નિલકંઠ જવેલર્સ કેતનભાઈ, લોહાણા અગ્રણી રાજેશભાઈ તન્‍ના, ભાસ્‍કરભાઈ જોબનપુત્રા હાજર રહેલ. એસબીઆઈ એમ્‍પ્‍લોયઝ યુનિયન પ્રમુખ (ગુજરાત સર્કલ) શિયાણીભાઈ તથા હિતેશ ખખ્‍ખર, ડો. ધારૈયા, મહેતાએ શુભેચ્‍છા પાઠવી.

error: Content is protected !!