સમાચાર

સાવરકુંડલાનાં નેસડી ગામે પર્યાવરણ બચાવવા માટે સુંદર કામગીરી

સાવરકુંડલા, તા.પ

ગત ચોમાસું નબળુ થયું જેને કારણે ઓછો વરસાદ થયો તેમજ નદીઓના નીર પણ સુકાવા લાગ્‍યા છે. ત્‍યારે વિશ્‍વ પર્યાવરણ દિન નિમિતે નેસડી ગામના ખોડલધામ મંદિર અને સેવાભાવી યુવાનો તેમજ દાતાઓ દ્વારા મંદિરની પાસે આવેલ દસ વીઘા જમીનને ટ્રેકટર તેમજ જેસીબી દ્વારા લેવલીંગ કરી આસપાસમાંથી   કાંપવાળી માટી પાથરી એક સુંદર પડો તૈયાર કરવામાં આવ્‍યું છે. જેમાં આગામી ચોમાસા પહેલા પ00 જેટલા વૃક્ષોનો વાવેતર કરવામાં આવશે. આ ઘટના નાની છે પરંતુ પુરૂષાર્થ સમગ્ર સમાજને નવો રાહ જુએ છે. હજુ ચોમાસાને સમય છે ત્‍યારે દરેક લોકો યુવાનો પોતપોતાના વિસ્‍તારમાં જો વૃક્ષ વાવેતરનો પ્રયાસ કરે સમગ્રગુજરાત હરિયાળુ બને તેમાં કોઈ શંકાને સ્‍થાન નથી તેમ ખોડલધામ મંદિરના પૂજારી લવજી બાપુએ જણાવ્‍યું હતું.

error: Content is protected !!