સમાચાર

અમરેલીની સેવાભાવી સંસ્‍થા સંવેદન ગૃપ દ્વારા સલડીથી પપમું નેત્રદાન લેવાયું

અમરેલી, તા.પ

લીલીયા તાલુકાના સલડી ગામના ધનબાઈબેન લવજીભાઈ દેસાઈ (ઉ.વ.96)નું તા.3/6ને સોમવારના રોજ અવસાન થતા તેમના વારસદાર સંતાનો કલ્‍યાણભાઈ તથા કાળુભાઈ એલ. દેસાઈ દ્વારા સદ્ગતના ચક્ષુદાનનો નિર્ણય કર્યો. આ માટે તેઓએ શીતલ આઈસ્‍ક્રમ વાળા ભુપતભાઈ ભુવાના માઘ્‍યમથી સંવેદન ગૃપનો સંપર્ક કર્યો હતો. આ નેત્રદાન લેવા માટે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી તથા ચેતન ચૌહાણ સાથે ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, સાવરકુંડલા બ્રાંચના મેહુલભાઈ વ્‍યાસ તથા સુરેશભાઈ ઠાકરે સેવા આપી હતી. સલડીના દેસાઈ પરિવારે સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડયું હતું તેમ ગૃપના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્‍યું છે.

error: Content is protected !!