સમાચાર

અમરેલીમાં વિદ્યાસભા પરિવાર ર્ેારા‘‘વિશ્‍વ પર્યાવરણ દિન”ની ઉજવણી

ડો. જીવરાજ મહતા સંસ્‍થાપિત અમરેલી જીલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક, માઘ્‍યમિક, ઉ.માઘ્‍યમિક તેમજ તમામ શાળાનાં સંયુકત ઉપક્રમે તા. 0પ/06/ર019 ને બુધવારનાં રોજ વિશ્‍વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં કેમ્‍પસ ડાયરેકટર હસમુખભાઈ પટેલ તથા સંસ્‍થાના શિક્ષકગણ ર્ેારા શાળા કેમ્‍પસ વૃક્ષારોપણ કરી આ દિનની ઉજવણી કરવામાં આવી હતી. વૃક્ષોએ ધરતીનું હૃદય છે. વૃક્ષો પર્યાવરણનાં શુઘ્‍ધિકરણ માટે સંપૂર્ણ જીવન અર્પી દે છે. આજની ગ્‍લોબલ વોર્મીગનો એકમાત્ર ઉકેલ વધારે વૃક્ષો વાવી, તેનું જતન કરી આ ધરતીને હરીયાળી બનાવીએ. વૃક્ષો પ્રત્‍યે આપણો પ્રેમવધે તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવીએ અને વૃક્ષ પ્રેમનું મહત્‍વ સમજાવીએ. એ જ આજનાં પર્યાવરણ દિનની સાચી ઉજવણી છે. આમ અમારી સંસ્‍થાની પરંપરા મુજબ આજે પણ આ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!