સમાચાર

અમરેલીમાં પર્યાવરણની હાલત બગાડનાર પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરનાર સામે કાર્યવાહી

પાલિકાના શાસકોએ 40 કિલો પ્‍લાસ્‍ટીક જપ્‍ત કર્યુ

અમરેલીમાં પર્યાવરણની હાલત બગાડનાર પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરનાર સામે કાર્યવાહી

પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકનું વેંચાણ કરનાર વેપારીઓમાંફફડાટ

અમરેલી, તા.4

સ્‍વચ્‍છતા સર્વેક્ષણ – ર0ર0 અંતર્ગત અમરેલી શહેરને પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક મુકત બનાવવા સરકારના આદેશ મુજબ નગરપાલિકાની ટીમ દ્વારા આજે શહેરમાં પ્‍લાસ્‍ટીક વેંચતા વેપારીઓ ઉપર તવાઈ લાવી પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્‍ત કરી દંડ ફટકારવામાં આવેલ હતો. પાલિકાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયેલ હતો.

પ્રાપ્‍ત વિગત મુજબ પર્યાવરણના સૌથી મોટા દૂશ્‍મન પ્‍લાસ્‍ટીક ઉપર પ્રતિબંધ લાદી તેનો ઉપયોગ તેમજ વહેંચાણ કરનારા સામે દંડનાત્‍મક પગલા ભરવા સરકાર દ્વારા આદેશ કરવામાં આવેલ હતો. જે અંતર્ગત અમરેલી નગરપાલિકાના ઈન્‍ચાર્જ સેનેટરી ઈન્‍સ્‍પેકટર ડી.કે. રીબડીયા દ્વારા શહેરમાંથી પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક દૂષણ દુર કરવા ટીમ બનાવી આજ સવારથી જ પ્‍લાસ્‍ટીકનાં હોલસેલ વેપારીઓ ઉપર તવાઈ લાદવામાં આવેલ હતી. શહેરમાં આજે પ્‍લાસ્‍ટીક જપ્‍તી ટીમ દ્વારા સુવિદ્યા પ્‍લાસ્‍ટીક જલારામ પ્‍લાસ્‍ટીક, સુપર પ્‍લાસ્‍ટીક સહિતની દુકાનોમાં ચેકીંગ હાથ ધરી પ્રતિબંધિત 40 કિલ્‍લો જેટલું પ્‍લાસ્‍ટીક જપ્‍ત કરી રૂા.1000 જેટલો દંડ ફટકારવામાં આવેલ હતો. ઈન્‍ચાર્જ સે.ઈ., ડી.કે. રીબડીયાએ જણાવેલ હતું કે આગામી દિવસોમાં શહેરની તમામ દુકાનો, શાક માર્કેટમાં ચેકીંગ હાથ ધરી પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક તેમજ જબલાનાં ઉપયોગ કે વેચાણ કરનારા સામે દંડન્‍યત્‍મકકાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ પ્‍લાસ્‍ટીક રૂલ્‍સ – ર016 અંતર્ગત લાઈસન્‍સ પણ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

error: Content is protected !!