સમાચાર

વઘાસિયા પરિવાર દ્વારા દિવ્‍યધામ મંદિર નિર્માણ સંકલ્‍પ સમારોહ યોજાયો

સુરત, સમસ્‍ત વાઘાસિયા પરિવાર દ્વારા સુરત ખાતે રવિવારે દિવ્‍યધામ મંદિર નિર્માણ સંકલ્‍પ સમારોહ યોજાઈ ગયો. સમગ્ર ભારતભરમાં વસતા વઘાસિયા પરિવારજનો સુરત ખાતે એકત્રિત થયા હતા. આ સમારોહમાં ગામે ગામથી આવેલ માતાજીની જયોતના નાની નાની બાળાઓ દ્વારા સામૈયા કરવામાં આવ્‍યા હતા. ત્‍યારે 64 જોગણીઓના અદ્વૈત દર્શન થયા હતા. ત્‍યારબાદ આ જયોતની મહાઆરતી સમારોહને આગળ ધપાવ્‍યો હતો. સમારોહની શુભ શરૂઆત પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત તુલસીના છોડને સાધુ-સંતો, આમંત્રિત મહેમાનોના હસ્‍તે પાણી પાઈને કરવામાં આવ્‍યું હતું. આ સમારોહમાં સુરત શહેરમાં બનેલ કરૂણ ઘટનામાં મૃત્‍યુ પામેલા ર3 બાળકોને શ્રઘ્‍ધાંજલિ અર્પી હતી. આ સમારોહમાં માત્ર આઘ્‍યાત્‍મિક ના બની રહેતા સામાજિક કાર્યો જેવા કે સ્‍વચ્‍છતા અભિયાન, વૃક્ષ બચાવો, જળ બચાવો, ગાય બચાવો જેવા અનેક સંકલ્‍પો પરિવારજનો દ્વારા લેવામાં આવ્‍યા હતા. આ સમારોહમાં પધારનાર સૌ કોઈને વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું અને નિર્માણ સંકલ્‍પની સાથે પધારનાર સૌ કોઈ પરિવારજનોએ વૃક્ષોવાવીને પર્યાવરણ બચાવો અભિયાનમાં જોડાયા હતા. આ સમારોહમાં સાધુ સંતોના આશિર્વચનો સાથે સાંસ્‍કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. 108 મસાલની જયોત દ્વારા માનવ રચિતમાંની કૃતિ બનાવવામાં આવી હતી. પૂજય સંતો પૂ. સંતશ્રી પ્રેમસ્‍વરૂપ સ્‍વામીજી હરિઓમ ગુરૂજી, માધવપ્રિયદાસજી સ્‍વામી, આચાર્ય રણછોડદાદા, નિકુંજ મહારાજ તેમજ દિનેશ ભગત ઉપસ્‍થિત રહીને પરિવારજનોને આશિર્વાદ આપ્‍યા હતા. અને મહેશભાઈ સવાણી, રમેશભાઈ વઘાસિયા, મનસુખભાઈ ડેની, નિતિષભાઈ મુંબઈ તેમજ સૌરાષ્‍ટ્ર ભરમાંથી સમાજ અગ્રણીઓ, પરિવારજનો ઉપસ્‍થિત રહીને સમારોહને દીપાવ્‍યો હતો.

error: Content is protected !!