સમાચાર

સરીગામનાં લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે યોજાયો કાર્યક્રમ

શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્‍ટ, સુરત સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે 0ર જુન ર019 ના રોજ ર્તભમશ્‍ ×ડર્ક્ષ્ઠ એક આંતરરાષ્‍ટ્રીય કક્ષાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ આ સર્જનાત્‍મક કાર્યક્રમ ર્ભહજર્ફ થીમથી આધારીત હતું – આ કાર્યક્રમ નો ઉદેશ લોકો સુધી નવા વિચારો પહોચાડવાનો હતો. આઠ જેટલા તજજ્ઞો કે જેઓએ ન્‍યુકલીયર સાયન્‍સ, એગ્રિકલચર સાયન્‍સ,પર્યાવરણ સુરક્ષા, ફિલ્‍મ જગત, શેક્ષણીક ક્ષેત્રમા, ખાદી ક્ષેત્રમા લોકોમા વિચારોનું અમલીકરણ કરવા માટે આ આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમના દીપપ્રાગટયમા મંત્રી રમણભાઈ પાટકર, સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી ચૂનીભાઈ ગજેરા, સુનિતાબેન ગજેરા, મિતેશ ગજેરા, કિંજલ ગજેરા, રશ્‍મિ ગજેરા, મહેમાનો, ઉદ્યોગપતિઓ, સમાજના કેળવણીકાર, સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલ. 1. ડૉ. સુદર્શન આયંગર જે ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્‍સેલર રહી ચૂકયા છે. જેમણે 8 બુક લખી છે જેમના માટે તેમણે ઘણા એવોર્ડસ મળેલા છે. તેમણે પોતાના અનુભવોના વિચાર સમાજ સમક્ષ રજૂ કર્યા હતા. ર. શેખર ભાડસાવલે જેમણે શગુના રાઈસ ફારમિંગ અને અગ્રિકલ્‍ચર પર શોધ કરીને સમાજને નવી ભેટ આપી છે. તે રાઈસ ખેતી પર તેમણે વિચાર ખેડૂત માટે રજૂ કર્યા હતા. 3.ડૉ. સુરેન્‍દ્ર ગડેકર એક જાણીતા અણું રિસર્ચર છે જેમણે અણું વિજ્ઞાન પર બુક લખી છે અને સમાજને તેમનાં વિચારો વ્‍યકત કર્યા. 4. ડૉ. સંધામિત્રા દેસાઈ જેમણે ગાંધીજીની વિચાર ધારા જીવંત રાખવા માટે ખાદીનો પ્રચાર કરી રહયા છે. ખાદીની સાચી સમજણ લોકો સુધી પહોંચાડી રહયા છે. પ. અમૃત ગંગર જેમણે ફિલ્‍મ મેકર છે આઈઆઈટી બોમ્‍બેમાં ફિલ્‍મ થિયરી પર શિક્ષણ આપે છે ફિલ્‍મો સોફી નામની બુક લખી છે જેમાં ગુજરાત સાહિત્‍ય એકેડમી એવોર્ડ મળેલ છે ભારત સરકાર સાથે મળીને બોમ્‍બેમાં નેશનલ મ્‍યુઝિયમ ઓફ ઈન્‍ડિયન એકેડમીનો એવોર્ડ મળેલ છે . જેમના પર તેમણે વિચાર રજૂ કર્યા હતા. 6. ડૉ. રાધાકૃષ્‍ણ નાયર મિયા વાકી મેથડ દ્વારા 40 જેટલા જંગલ ભારતમાં અલગ અલગ 8 રાજયમાં બનાવેલ છે. અને તેમાં 6 લાખથી પણ વધારે વૃક્ષો વાવ્‍યા છે. જેમણે પર્યાવરણના બચાવ માટેના વિચારો લોકો સમક્ષ રજુ કર્યા. 7. ડૉ. ભૈરવી જોશી જે પલતાના પ્રલફેશન સાથે ગાંધી વિચાર ધારા મુજબ સામાજિક સમસ્‍યા અને પર્યાવરણની સમસ્‍યાના નિવારણ માટે સામાજિક કાર્ય કરે છે. અને તેમણે સ્‍વચ્‍છતા માટેના વિચારો લોકો સમક્ષ રજૂ કર્યા હતા. 8. શાર્દુલ પાટીલ જે આર્કિટેક એન્‍જિનીયર છે તેમણે પર્યાવરણ અને સમાજ કેન્‍દ્રિત આર્કિટેક પદ્વતિ અને નૈસર્ગીક ખેતી પર કામ કરે છે. જેમના પરતેમણે વિચાર રજૂ કર્યા હતા.

error: Content is protected !!