સમાચાર

અમરેલીમાં આવતીકાલે પૂ. દવારકેશલાલજી મહારાજનાં પ6માં પ્રાગટય દિનની ઉજવણી

પલના નંદ મહોત્‍સવ, ઢાઢીલીલા સહિતનાં કાર્યક્રમો યોજાશે

અમરેલીમાં આવતીકાલે પૂ.દવારકેશલાલજી મહારાજનાં 56માં પ્રાગટય દિનની ઉજવણી

વૈષ્‍ણવ જનોને ઉપસ્‍થિત રહેવા અનુરોધ કરાયો

અમરેલી, તા. 3

અમરેલીમાં આગામી બુધવારે પૂ.પા.ગો. 108 શ્રી દવારકેશલાલજી મહારાજનાં 56માં પ્રાગટય મહોત્‍સવની આસ્‍થાભેર ઉજવણી કરવામાં આવશે.

સવારે 7/30 થી 8/30 મંગળાનાં દર્શન, સવારે 9/30 કલાકે પલના નંદ મહોત્‍સવ, 11 કલાકે રાજભોગ તિલક અને સાંજે પ કલાકે ઢાઢીલીલા અને સાંજે 7 કલાકે આમ્રકુંજનો મનોરથ અને 8 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું હોય, વૈષ્‍ણવજનોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

error: Content is protected !!