સમાચાર

જાફરાબાદ ખાતે જિલ્‍લા સંઘનાં નવનિયુકત ચેરમેન મનિષ સંઘાણીનું સન્‍માન કરાયું

જાફરાબાદ, તા.3

જાફરાબાદ ખાતે ટાઉન હોલમાં તાજેતરમાં મનિષભાઈ સંઘાણીને અમરેલી જિલ્‍લા સહકારી સંઘના પ્રમુખ તરીકે વરણી થતા જાફરાબાદના યુવા અને મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍કના નવા વરાયેલા ડિરેકટર યોગેશભાઈ જીણાભાઈ બારૈયા દ્વારા મનિષભાઈ સંઘાણીને આવકારતા સન્‍માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં દરેક સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા અને મષિભાઈ સંઘાણીનું ફૂલહાર તેમજ શાલ ઓઢાડીને સન્‍માન કરવામાંઆવેલ હતું. આ સન્‍માન સમારોહમાં જીવનભાઈ બારૈયા તેમજ કરનભાઈ પટેલ, પ્રવીણભાઈ બાંભણીયા, પાંચાભાઈ, દિનેશભાઈ, જયેશભાઈ ઠાકર, કમલેશ બારૈયા, પુરોહિતભાઈ, રમેશભાઈ ચુડાસમા તથા યોગેશભાઈ બારૈયાની ટીમ તેમજ એન.જી.ઓ. તરફથી એચ.એમ. ઘોરી તથા સીદુભાઈ થૈયમ અને કાસમભાઈ ખોખર તથા લાયન્‍સ ગૃપના સભ્‍યો જેવા તમામ સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહેલ હતા. સૌએ શુભેચ્‍છા પાઠવી હતી. આ કાર્યક્રમ દબદબા પૂર્વક સમાપન થયું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન મહેશભાઈ રાજયગુરૂએ કર્યું હતું.

error: Content is protected !!