સમાચાર

છારોડી ખાતે ગુરુકુલને આંગણે સંસ્‍કાર સભર માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો

શા. માધવપ્રિયદાસજી સ્‍વામી, પુરાણી બાલકૃષ્‍ણદાસજી સ્‍વામીની પ્રેરણાથી પ્રેમાનંદ સંગીત એકેડેમી ર્ેારા એસ.જી.વી.પી. શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ વિશ્‍વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ છારોડી ખાતે, છેલ્‍લા એક માસ થયા ડીવાઈન સમર કેમ્‍પનું આયોજન થયેલ હતું. આ સમર કેમ્‍પ પૂર્ણ થતા, તેનો સમાપન સમારોહ(કલોજીંગ સેરેમની) પ્રસંગે સમર કેમ્‍પમાં જોડાયેલ 360 બાળકો અને બાલિકાઓએ શાસ્‍ત્રી કૌશિકભાઈ પાઠકનાં માર્ગદર્શન નીચે ઋષિકુમારો ર્ેારા વેદના મંત્રોથી પોતાના માતા પિતાને ભાલે કુંમકુંમનો ચાંદલો કરી, આરતિ ઉતારી, પ્રદક્ષિણા – દંડવત પ્રણામ કરી, પૂજન કર્યુ હતું. માતા પિતાએ બાળકોએ સજળ નેણે ભેટી આશીર્વાદ આપ્‍યા હતા.  આ પ્રસંગે સત્‍સંગ વિચરણ કરી રહેલ શા. માધવપ્રિયદાસજી સ્‍વામીએ ફોન ર્ેારા જણાવ્‍યું હતું કે, ભારતનાં તમમ ધર્મો માતા પિતા પ્રત્‍યે આદરભાવ શીખવાડે છે. આપણા વેદો પણ માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ માતાપિતાને દેવ માની તેના પ્રત્‍યે આદરભાવ રાખવાનું કહે છે. આપણને માતા પિતાએ જે જીવન આપેલ છે, તે અણમોલ છે. તે ભૂલવું જોઈએ નહીં. અંતમાં પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્‍વામીએ પ્રાસંગિક પ્રવચન કરી આશીર્વાદ આપ્‍યા હતા. કાર્યક્રમની તમામ વ્‍યવસ્‍થા ભાવેશભાઈ ગોળવિયાએ સંભાળી હતી.

error: Content is protected !!