સમાચાર

અમરેલી જિલ્‍લામાં ઉદ્યોગોનું સ્‍થાપન અત્‍યંત જરૂરી

જિલ્‍લામાં બેરોજગારીનો પ્રશ્‍ન વિકરાળરૂપ ધારણ કરી રહૃાો છે

અમરેલી જિલ્‍લામાં ઉદ્યોગોનું સ્‍થાપન અત્‍યંત જરૂરી

જિલ્‍લામાં તાકીદે માળખાકીય સુવિધાઓ ઉભી કરીને ઉદ્યોગોને આમંત્રણ આપવાનો સમય આવી ચુકયો છે

અમરેલી, તા. 3

આઝાદીનાં 7ર વર્ષ બાદ પણ અમરેલી જિલ્‍લો આર્થિક રીતે અત્‍યંત પછાત બની રહૃાો હોય જિલ્‍લામાંબેરોજગારીની સમસ્‍યા વિકરાળ બની ચુકી છે. તો નાના-મોટા વેપારીઓ, ખેડૂતો, શ્રમજીવીઓ પણ ધંધા-રોજગારનાં અભાવે સ્‍થળાંતર કરવા મજબુર બની રહૃાાં છે અને વ્‍હાલસોયા વતનને છોડી રહૃાાની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે.

અમરેલી જિલ્‍લામાં રાષ્‍ટ્રીય ધોરી માર્ગ, બ્રોડગેજ રેલ્‍વે, વીજળી, પાણી જેવી માળખાકીય સુવિધાઓનો અભાવ અને પ્રોત્‍સાહનનાં અભાવથી કોઈપણ ઉદ્યોગપતિ જિલ્‍લામાં ઉદ્યોગો સ્‍થાપવા તૈયાર થતાં નથી તે હકીકત છે. માત્ર રાજકારણ જ એક ઉદ્યોગ હોય તેવું લાગી રહૃાું છે. તો સરકારી બાંધકામોથી થોડી-ઘણી રોજગારી શ્રમજીવીઓને મળી રહી છે.

અમરેલી જિલ્‍લાની ભૌગોલિક સ્‍થિતિને ઘ્‍યાનમાં રાખીને વિકસિત થઈ શકે તેવા ઉદ્યોગોનું સ્‍થાપન કરવું જરૂરી છે. તો દરિયાકાંઠો પણ અસ્‍તિત્‍વમાં હોય અન્‍ય ઉદ્યોગો સ્‍થાપી શકાય તેમ છે.

હાલ જિલ્‍લામાં અપુરતા વરસાદથી ખેતીક્ષેત્રની હાલત અતિ દયનીય બની ચુકી છે. એક સમયે હજારો પરિવારોને રોજી-રોટી આપતાં હીરા ઉદ્યોગની હાલત પણ કફોડી બની છે. ખાનગી બાંધકામ ક્ષેત્ર પણ મંદીમાં સપડાયું છે. તો સરકારી કચેરીઓમાં હજારો કર્મચારીઓની જગ્‍યા ખાલી જોવા મળી રહી છે.

અમરેલી જિલ્‍લાનાં વિકાસ માટે તમામ પક્ષોનાં રાજકીય આગેવાનો માત્ર પાંચ વર્ષ માટે પક્ષા-પક્ષીથી દુર રહીને સરકારી કચેરીઓમાં રહેલ ખાલીજગ્‍યાઓ પર ભરતી કરાવે, નાના-મોટા વેપારી-ધંધાર્થી કે ઉદ્યોગપતિને સરળતાથી ધિરાણ મળી રહે, માર્ગો, પાણી, વીજળી, રેલ્‍વે સહિતની સુવિધાઓ ઉભી કરાવે અને અદાણી કે અંબાણી જેવા ઉદ્યોગપતિઓને જિલ્‍લામાં ઉદ્યોગો સ્‍થાપવા માટે આમંત્રણ આપે તે સમયની માંગ છે.

error: Content is protected !!