Amreli Express

Daily News Papers

સમાચાર

સાવરકુંડલાનાં એસ.ટી. ડેપોમાં અરાજકતાનો માહોલ

વર્ગ-4નાં કર્મચારી વર્ગ-રનાં અધિકારીની ફરજ બજાવે

સાવરકુંડલાનાં એસ.ટી. ડેપોમાં અરાજકતાનો માહોલ

ટેબલ નીચેથી નાણા ન આપનાર ડ્રાઈવર-કંડકટરને નોકરી ફાળવવામાં અન્‍યાય કરાતો હોવાની ફરિયાદ

સાવરકુંડલા, તા. 3

અમરેલી જિલ્‍લાનાં સાવરકુંડલા એસ.ટી. બસ મથકમાં જાણે પોપાબાઈનું રાજ હોય તેમ એસ.ટી.નાં અધિકારી ખૂદ જ હેડકવાર્ટર છોડીને જતાં રહેતા હોય ત્‍યારે એસ.ટી.નાં ચોકીદાર અન્‍ય ફરજ બજાવીને ખીસાકાતરૂને મોકળું મેદાન એસ.ટી.નાં અધિકારીની અણઆવડતને કારણે આપી રહૃાા છે. તો જિલ્‍લા એસ.ટી. તંત્ર ધૃતરાષ્‍ટ્રની ભૂમિકા ભજવતું હોવાની પ્રતિતિ થઈ રહી છે.

ત્‍યારે એસ.ટી.ના સુત્રોમાંથી માહિતી મુજબ સાવરકુંડલા એસ.ટી. બસ મથકમાં ચાર વોચમેન રાખવામાં આવ્‍યા છે પણ ચારેય વોચમેનનો પગાર પણ અધધધ હોય રપ થી લઈને 40 હજાર સુધીનો પગાર લેતા વોચમેન પાસે એસ.ટી.નાં અધિકારી ઘ્‍વારા વોચમેનની જગ્‍યાએ એસ.ટી.નાં કર્મીઓના ડયુટી લીસ્‍ટ બનાવવાની કામગીરી કરતા હોવાનું જાણવા મળે છે. તો એક એસ.ટી. બસોને ડીઝલ ભરવાની ઓરડીપર બેસાડી દેવામાં આવ્‍યા છે તો એક વોચમેનને કોમ્‍પ્‍યુટરમાં એસ.ટી. ડેપોના મેનેજર નજીક બેસાડી ઓરડીમાં બેસાડવામાં આવે છે. એસ.ટી.ના ડ્રાઈવર કંડકટરના નોકરી લખવાનું ડયુટીલીસ્‍ટ બનાવવાની જવાબદારીમાં એટીઆઈની હોય છે પણ એટીઆઈ એસ.ટી.નાં ડેપોમાં આંટા મારવામાંથી ઊંચા નથી આવતા. ત્‍યારે વોચમેન લાંબા રૂટમાં ચાલતા ડ્રાઈવર-કંડકટર પાસેથી બક્ષીશ મેળવતા હોવાનું આધારભૂત સુત્રોમાંથી માહિતી મળી રહી છે. જયારે કરમની કઠણાઈ ગણો કે ચોકીદારનો પાવર ગણો આખા સાવરકુંડલા એસ.ટી. જયારે સાવરકુંડલા એસ.ટી.ના પ્રમુખની જવાબદારી પણ ચોકીદારને સોંપી દીધી છે ને પ્રમુખના પાવરથી એસ.ટી.નાં લાંબા રૂટ પર ચાલતા કર્મીઓ પાસેની ઉઘરાવવાનું કામ પણ કરતાં હોવાનું જાણવા મળી રહૃાું છે. પણ લાંબા રૂટમાં ચાલતાં એસ.ટી.નાં કર્મીઓ ચોકીદાર કે ડયુટીલીસ્‍ટ બનાવતાં એટીઆઈ વિરૂઘ્‍ધ હરફ ઉચારવા તૈયાર નથી. કેમકે જો કર્મી હપ્‍તા ન આપે તો અલગ-અલગ રૂટો પર મોકલીને હેરાન પરેશાન કરવાની આડકતરી ધમકીઓ અપાતી હોવાનું જાણવા   મળે છે. ત્‍યારે એસ.ટી. ડિવીઝનના ડેપો મેનેજર શુક્રવારે જ સાંજે હેડ કવાર્ટર છોડીને પોતાના ઘરે ચાલ્‍યા જતાં હોવાનું એસ.ટી.ના કર્મીઓએ નામ ના આપવાની શરતે જણાવ્‍યું હતું.

ત્‍યારે ખુદ વાડ જચીભડા ગળતી હોય ત્‍યારે અમરેલી એસ.ટી. ડિવીઝનના ઉચ્‍ચ અધિકારી એસી ઓફીસમાંથી બહાર નીકળીને કયારેય સરપ્રાઈઝ વિઝીટ કરવાની તસ્‍દી લેતા ન હોવાની વાસ્‍તવિકતાઓ વચ્‍ચે સાવરકુંડલા એસ.ટી. તંત્રમાં પોપાબાઈનું રાજ ધમધમતું થઈ ગયું છે પણ ઉચ્‍ચ અધિકારીને વિઝીટ કરવાના ટાઈમના અભાવથી સાવરકુંડલા એસ.ટી. તંત્રમાં ચાલતી પોલમપોલનો પર્દાફાશ થતો નથી પણ ભ્રષ્‍ટાચારી અધિકારીઓના પાપે સરકારની આબરૂને બટો લાગે તે પહેલાં એસ.ટી. તંત્રના પોપાબાઈના રાજમાંથી કયારે રામરાજય સ્‍થપાશે પછી મેરા ભારત મહાન.

error: Content is protected !!