સમાચાર

ખોડીયાણા-આંબરડી માર્ગ પર સિંહ યુગલે મેટિંગ આદરતાં આશ્ચર્ય

સિંહ યુગલ પણ ઋતુચક્રનાં ફેરફારની ઝપટમાં આવી ગયું

આલે લે : ખોડીયાણા-આંબરડી માર્ગ પર સિંહ યુગલે મેટિંગ આદરતાં આશ્ચર્ય

ચોમાસાને બદલે 43 ડીગ્રી તાપમાનમાં મેટિંગ શરૂ કર્યુ

સાવરકુંડલા, તા.3

સિંહોના જીવનચક્રની અચર જ પમાડે તેવી ઘટના આજે જોવા મળી હતી. સાવરકુંડલાના ખોડીયાણા-આંબરડીના માર્ગ વચ્‍ચે આવેલ વગડા ડુંગર નજીક રસ્‍તા ઉપર એક સિંહ યુગલે મેટિીંગ આદરતા થોડીવાર માટે વાહન વ્‍યવહાર બંધ થઈ ગયો હતો.

સામાન્‍ય રીતે ચોમાસું એજ સિંહોનો સંવનન્‍ન કાળ હોય છે. પરંતુ કાળજુ કંપાવી નાખે તેવી 43 ડિગ્રી તાપમાની કાળઝાળ ગરમીમાં સિંહોએ મેટિંગ પિરિયડ ચાલુ કરતા સિંહનોની સાંકળ ઋતુચક્રને કારણેખોરંભે ચડી હોવાનો સિંહના જાણકારો જણાવી રહયા છે.

આવો જ એક અચરજ પમાડતો કિસ્‍સો સાવરકુંડલાના ખોડીયાણા નજીક સામે આવ્‍યો છે. હાલ અતિ આક્રમક બની સિંહ યુગલ રતી ક્રીડામાં મસ્‍ત જણાઈ આવતા સ્‍થાનિકો દ્વારા વન વિભાગને પણ જાણ કરાઈ હોવાનું જાણવા મળેલ.

સિંહના મેટીંગ સમયે નર સિંહ આક્રમક મૂડમાં ડુંગરા, ખેતરો ગજવતી ત્રાડો નાંખતા રોડ પરથી પસાર થતા રાહદારીઓને સિંહની ગાંડો ઘેલો અવાજ સાંભળવાનો લ્‍હાવો મળ્‍યો હતો.

અત્રેએ પણ ઉલ્‍લેખનીય છે કે સિંહના આવા મેટીંગ સમયે સિંહ એકદમ આક્રમક મૂડમાં હોય છે. અને તે સમયે તેને ખલેલ પહોંચે તે સિંહોને બિલકુલ પસંદ હોતું નથી. તેથી સિંહ દર્શને જતા શોખીનો માટે આ સમય ભારે પણ પડી શકે છે.

error: Content is protected !!